Vadodara

અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત

બી એ પી એસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદા કરી અનોખી ગુરુભક્તિ

વડોદરા:
રવિવારે રાત્રે અટલાદરા રોડ પર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નઝારો જોવા મળ્યો હતો. બી એ પી એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરાના ધોરણ ૭ થી ૧૨ના કુલ ૨૨૧ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે ઉત્તમ ગુરુભક્તિ રૂપે દંડવત યાત્રાનું આયોજન કર્યું હતું. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દંડવત પ્રણામ અહંકાર મુક્તિ અને આદરભાવનું સર્વોચ્ચ માધ્યમ ગણાય છે, અને એ ભાવને સાકાર કરતા વિદ્યાર્થીઓએ જાહેર માર્ગ પર ગુરુ પ્રત્યે સમર્પણ વ્યક્ત કર્યું હતું.

રાત્રે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન યોજાયેલી આ યાત્રામાં દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત રીતે ૨૦૦-૨૦૦ દંડવત પ્રણામ કર્યા હતા. વિદ્યામંદિરથી અટલાદરા મંદિર સુધીના અંદાજે ૧.૫ કિલોમીટર માર્ગ પર કુલ ૪૫,૦૦૦થી વધુ દંડવત સાથે ભક્તિનો અદભૂત પ્રવાહ સર્જાયો હતો. આ દરમિયાન માર્ગ પર ટ્રાફિકની પરિસ્થિતિ ઊભી થઈ હતી, છતાં બાળકોની આકરી તપશ્ચર્યા અને અડગ નિષ્ઠા જોઈ વટેમાર્ગુઓ પણ આશ્ચર્ય અને ભાવવિભોર થયા હતા.

સોમવારે સવારે પ્રાતઃ પૂજા દર્શન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી તેમની ગુરુભક્તિને સ્વીકારી અને બિરદાવી હતી.

મુખ્ય અંશો:
• સંખ્યા: ૨૨૧ વિદ્યાર્થીઓ (ધોરણ ૭ થી ૧૨)
• સમય: રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી
• અંતર: ૧.૫ કિલોમીટર (વિદ્યામંદિરથી અટલાદરા મંદિર)
• કુલ ભક્તિ: ૪૫,૦૦૦થી વધુ દંડવત પ્રણામ

Most Popular

To Top