સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને ઇતિહાસ રચ્યો છે. આ તેનું પ્રથમ કારકિર્દી ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે. ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે અનુભવી ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યો, જે તેના 25મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની શોધમાં હતો. અલ્કારાઝે 88 વર્ષ પછી ડોન બજનો રેકોર્ડ તોડ્યો. જોકે આ અલ્કારાઝનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે તે અગાઉ છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂક્યો છે.
કાર્લોસ અલ્કારાઝે ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચને 2-6, 6-2, 6-3, 6-4 થી હરાવીને તેનું સાતમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને તેનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું. આ સાથે તે 22 વર્ષ અને 272 દિવસની ઉંમરે કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો.
કાર્લોસ અલ્કારાઝે અગાઉ વિમ્બલ્ડન (2023, 2024), ફ્રેન્ચ ઓપન (2024, 2025), યુએસ ઓપન (2022) અને ઓસ્ટ્રેલિયન ઓપન (2026) જીત્યા હતા. આ જીત સાથે અલ્કારાઝે કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યું છે. કાર્લોસ અલ્કારાઝ કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પ્રાપ્ત કરનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી છે. અલ્કારાઝે ડોન બજનો 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જેમણે 22 વર્ષ અને 363 દિવસની ઉંમરે કારકિર્દી સ્લેમ પ્રાપ્ત કર્યો હતો. અલ્કારાઝે 22 વર્ષ અને 272 દિવસની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી.
કાર્લોસ અલ્કારાઝ પહેલાં આ ખેલાડીઓએ કારકિર્દી સ્લેમ પૂર્ણ કર્યો છે
આ પહેલાં કાર્લોસ અલ્કારાઝ, ડોન બજ, રોડ લેવર, રોય એમર્સન, આન્દ્રે અગાસી, રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચે કારકિર્દી સ્લેમ પૂર્ણ કર્યા છે. જ્યારે કોઈ ખેલાડી પોતાની કારકિર્દીમાં ચારેય મુખ્ય ટુર્નામેન્ટ જીતે છે ત્યારે તેને કારકિર્દી સ્લેમ કહેવામાં આવે છે. આ ચાર મુખ્ય ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન છે.