Charchapatra

વિચારવાની  પદ્ધતિ બદલવાનો સંકલ્પ

નૂતન વર્ષનો પ્રારંભ થવાનો હોય તે પહેલા સંકલ્પ વિરલાઓ  નવતર સંકલ્પ લેવા અંગે વિચારણા કરવા માંડે છે. દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ આવે એવો સંકલ્પ લેતા જોવા મળે છે. કોઈ નવી નવી જગ્યાએ ફરવા જવાનો સંકલ્પ કરે તો વળી કોઈ નવા નવા કૌશલ્ય શીખવાનો સંકલ્પ લે છે. ઘણા બધા સંકલ્પોનું  બાળમરણ પણ થતું હોય છે. એક સર્વે એવું જણાવે છે કે 70 % જેટલા સંકલ્પોનું આખા વર્ષ માટે પાલન થતું નથી. માણસે પોતે લીધેલા  સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પોતાની જાતને  પ્રોમિસ આપવાની આવશ્યકતા છે તો જ સંકલ્પનું પૂરેપૂરું પાલન થઈ શકે.

દરેક માણસ  કોઈપણ બાબતને પોઝિટિવ રીતે વિચારવાનો સંકલ્પ પણ લઈ શકે છે. દાખલા તરીકે આપણી આસપાસ સંબંધીઓ કે મિત્રોની મર્યાદા ,  ખામી કે નબળાઈને જાણવા છતાં પણ તેના પર ધ્યાન નહીં આપવાનો સંકલ્પ લઈ શકાય છે. એકવીસમી ટેકનોલોજીની સદીમાં પણ કોઈ વ્યક્તિનું અપલક્ષણ શોધીને બીજા આગળ હાઈલાઈટ કરવાને બદલે તેનામાં રહેલી સારી બાબતો અંગે કેમ આપણે વિચારી નહીં શકીએ? આપણા  જાણીતા પરિચિત લોકોની ખોડખાંપણ   ધ્યાનમાં લઈને તેની ટીકા પણ કરીએ છીએ. પરંતુ એ જ વ્યક્તિની  સારી બાબતોને આપણે જાણીબુઝીને નજરઅંદાજ કરીએ છીએ. ચાલો, આપણે સૌ 2026 ના વર્ષ માટે પરંપરાગત રીતે  વિચારવાની પદ્ધતિ બદલીને કોઈની  પણ મર્યાદાને  પ્રેમથી ચલાવી લઈને નૂતન  દ્રષ્ટિથી એને આવકારીએ. 
નવસારી ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top