Singvad

સિંગવડ તાલુકાના દાસા ગામે 14 ઓરડા અને કુલ 16 ગામમાં તળાવ ઉપર ઉદવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરાયું

સિંગવડ: સિંગવડ તાલુકાના દાસા ગામે 14 ઓરડા  અને સિંગવડ તાલુકાના કુલ 16 ગામમાં તળાવ ઉપર નવીન ઉદવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.



આજ રજ માં ભમરેચીના સાંનિધ્યમાં સીંગવડની શિક્ષિત ભૂમિ પર સંતો મહંતોના આશીર્વાદથી દાસા મુકામે સમગ્ર શિક્ષા અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પ્રાથમિક શાળા, દાસા ખાતે ૧૫૪.૦૦ લાખના ખર્ચ ૧૪ ઓરડાઓનું  ખાત મુહુર્ત  મહંતશ્રી ૧૦૮ સુમરણદાસજી સાહેબ ગુરુશ્રી મુક્તજીવનદાસજી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના સૌજન્યથી (ડી-સેગ) અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ હેતુ માટે અંદાજિત ૧૦૦૪.૨૭ લાખના ખર્ચ પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ દ્વારા સિંગવડ તાલુકાના કુલ 16 ગામમાં તળાવ ઉપર નવીન ઉદવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહૂર્ત દાસા ગામે, દાસા સિંચાઈ તળાવ ખાતે કર્યું.

આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદ જશવંતસિંહ એસ ભાભોર, લીમખેડા 131 વિધાનસભાના ધારાસભ્ય શૈલેશભાઈ એસ ભાભોર, દાસા સરપંચ રમીલાબેન ભાભોર, મેથાણ જિલ્લા પંચાયત સભ્ય રાજુલા બેન કુરપાન ભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય કેશમબેન ભરતભાઈ સંગાડા પદાધિકારી, અધિકારીઓ, પ્રજાજનો શિક્ષકો અને બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત કરી લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Most Popular

To Top