Vadodara

વડોદરા : અટલાદરાની વિબગ્યોર સ્કૂલ ખાતે ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વિદ્યાર્થી બેહોશ થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો

ફી પ્રશ્ને વિદ્યાર્થીઓએ કર્યું ધરણા પ્રદર્શન

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ફી મામલે એબીવીપી દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં એક વિદ્યાર્થી બેહોશ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડોદરાના વિદ્યાર્થી સંગઠન એબીવીપી અગ્રણી અક્ષય રબારી ની આગેવાનીમાં અટલાદરાની વિબગ્યોર સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એફઆરસીના નિયમ મુજબ ફી નહીં વસૂલવાના મુદ્દાને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં અક્ષય રબારી સહિત બે થી ત્રણ વિદ્યાર્થીઓના કપડા પણ ફાડી નાખ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેહોશ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો એબીવીપીના કાર્યકરોએ હુંકાર કર્યો હતો.અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ફી ના કારણે વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ સ્કૂલના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આજે ગાંધીચીંધ્યા માર્ગે એબીવીપીના કાર્યકર્તાઓની એક જ માંગ હતી કે સ્કૂલ પ્રસાશન અમારી સાથે વાતચીત કરે અને નિરાકરણ લાવે. તો એના માટે મળવા આવ્યા હતા. ત્યારે પોલીસને આગળ કરીને ધક્કા મૂકી ખેંચતાણ કરીને બહેન પ્રાધ્યાપકોને આગળ કરીને વિદ્યાર્થીઓને મારે છે. એબીબીપીના કાર્યકર્તાઓની ઉપર હુમલો કરે છે તે લોકોને કહેવામાં આવ્યું છે કે અમારો વાંક છે અને આ લોકો રહેશે તો આપણે પણ ખતરો છે આ સ્કૂલ પણ બંધ થઈ જશે તો તમે ગમે તે કરીને આ લોકોને સ્કૂલની બહાર કાઢો. એટલે સ્કૂલ અને પોલીસ પ્રસાસનેને ભેગા કરીને સ્કૂલની બહાર કાઢવા માંગે છે. પરંતુ એબીવીપી આજે પણ નહીં હારે અને કાલે પણ નહીં હારે અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલી રાખીશું તેમ હર્ષિલ રબારી એ જણાવ્યું હતું

Most Popular

To Top