Vadodara

પ્રેમપ્રકાશ ધર્મ તીર્થના સંત મુકેશ સાંઈના જન્મ દિવસની ઉજવણી..

આજરોજ શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતિર્થના સંત મુકેશ સાંઇના 46મા જન્મદિવસ ની ઉજવણી ધર્મપ્રેમીઓ દ્વારા કરવામાં આવી..

શહેરના વારસીયા સ્થિત પ્રેમપ્રકાશ ધર્મતિર્થના સંત શ્રી મુકેશ સાંઇનો 46મો જન્મદિવસ હોય. પ્રેમપ્રકાશ ધર્મતિર્થના સૌ ધર્મપ્રેમીઓ તથા સિંધી સમાજના લોકો દ્વારા પ્રેમપ્રકાશ ધર્મ તિર્થસ્થાન ખાતે સંત શ્રી મુકેશ સાંઇના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી સાથે જ તેઓના નિરોગી દિર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય ની કામના સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત મુકેશ સાંઇએ સૌ ભક્તો દ્વારા આપવામાં આવેલા વધામણાં અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ પણ આપ્યા હતા. જન્મદિવસના આ શુભ આવસરે સિંધી સમાજના નાના મોટા સૌ અગ્રણીઓ તથા ધર્મપ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top