Vadodara

વડોદરા : કલાલી વડસર રોડ પરથી દારૂની પાર્ટી કરતા 5 નબીરા ઝડપાયાં

માંજલપુર પોલીસે રેડ કરતા દારૂડિયાઓનો નશો પણ ઉતરી ગયો

પ્રતિનિધિ વડોદરા તા.20

વડોદરા શહેરના કલાલી વડસર રોડ પર બિલબોંગ સ્કૂલ પાસેના સૌજન્ય એપાર્ટમેન્ટની નીચે ચાલતી દારૂની પાર્ટી પર માંજલપુર પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ પર પાંચ નબીરાઓ પીધેલી હાલતમાં ઝડપાયાં હતા. પોલીસે પાંચેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા શહેરમાં રહેતા એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ પર વરધી લખાવી હતી કે જલારામ મોટર બિલાબોંગ સ્કુલ પાસે સૌજન્ય એપાર્ટમેન્ટ નીચે કેટલાક લોકો દારૂની પાર્ટી કરવા માટે બેઠા છે અને બિન્દાસ્ત રીતે દારૂની મહેફીલ માણી રહ્યા છે. જે વરધી માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં ફરી રહેલી પોલીસની ટીમને બાતમી મળી હતી. જેના આધારે મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી દારૂની મહેફીલ માણવા બેઠેલા પાંચ નબીરા સુનિલ લક્ષ્મણ પ્રજાપતિ (રહે.અટલાદરા), કલ્પેશ ધનજી રામાણી (રહે. બીલ ગામ), અશોક ઇશ્વર ચાવડા (રહે. અટલાદરા ગામ), કમલેશ પ્રાગજી પ્રજાપતિ (રહે. અટલદારા  અને રાકેશ દશરથ શર્મા (રહે. કલાલી ફાટક પાસે)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. એક તબક્કે પોલીસને આવતા જોઇને નબીરાઓના દારૂનો નશો પણ પણ ઉતરી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા પાંચે નબીરાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top