Panchmahal

ભારત પેટ્રોલિયમ સંચાલિત હતીમી પેટ્રોલપંપ પર તંત્રના દરોડા…

ગોધરા પોલન બજાર વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ સંચાલિત હતીમી પેટ્રોલ પંપ ઉપર જીલ્લા પુરવઠા અધિકારી, ગોધરા મામલતદાર તથા તોલમાપ કચેરી દ્વારા સંયુકત તપાસ કરવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન આ પેટ્રોલ પમ્પના ડીઝલ આઉટલેટ પર ૪૫ મી.મી. ઓછું આવતાં ડીઝલ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.ગોધરા પોલન બજાર વિસ્તારમાં ભારત પેટ્રોલીયમ સંચાલીત હતીમી પેટ્રોલ પંપ (કાલાભાઈ પેટ્રોલ પંપ) ઉપર જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા, ગોધરા મામલતદાર અને તોલમાપ કચેરી દ્વારા સંયુકત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલ પંપના માલિક અજગરભાઈ કુરહાન હુસેન પેટ્રોલવાલાને ત્યાં ડીઝલ આઉટલેટ પર પાંચ લીટર સરકારી માપીયા દ્વારા માપણી કરવામં આવી હતી. જેમાં નોઝલ નં.૪માં ૪૫ મી.મી. ડીઝલ ઓછું માપમાં આવેલ તેમજ પેટ્રોલ પંપ ઉપર પ્રાથમિક સુવિધા એર પંપ, પીવાના પાણી તેમજ ટોયલેટ જેવી સુવિધા રાખવામાં આવેલ ન હતી. જેથી ડીઝલ આઈટલેટ પર થી ડીઝલનો ઓછો જથ્થો આપી પેટ્રોલ પંપ સંચાલક ગંભીર ગેરરીતિ આચરતા હોય જેને લઈ ડીઝલનો ૪૩૦ લીટર કિંમત ૩૮,૯૬૬/- રૂપીયાનો ૧૦ ટકાનો જથ્થો સીઝ કરી અને ડીઝલ આઉટલેટ નં.૪ સીલ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top