શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ અધ્યક્ષ રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં શહેરના ગોરવા સ્થિત દિવ્ય સંકુલ એપાર્ટમેન્ટ ખાતે જરુરિયાતમંદ પરિવારોના અભ્યાસ કરતા 250 ઉપરાંત બાળકોને નોટબુક અને ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોનું કુમકુમ તિલક લગાવી આદર આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે બાળકો તથા ઉપસ્થિત મહેમાનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષોથી શહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત શહેરમાં કુદરતી આફતો સમયે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજરોજ ચોપડા-નોટબુક વિતરણ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઇ પાઠક, ગીતાબેન પાઠક, ઉદ્યોગપતિ અનિલ મિશ્રા, દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક, સાંઇબાબા વિધ્યાલયના ટ્રસ્ટી એલ.જી.પાંડે, સર્વેશ મિશ્રા, ક્રિશ્ના હિન્દી વિધ્યાલયના પૂર્વ શિક્ષક રાજેશ મિશ્રા,એ.કે.તિવારી,એચ.એ.શુકલા અને આનંદ શુકલા તથા દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડોદરા: શ્રી કૃષ્ણમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નોટબુક, ચોપડાનું વિતરણ કરાયું
By
Posted on