Vadodara

વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપી યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો

ગોત્રી પોલીસ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ડોક્ટર ભાવેશ વસાવાને જેલ ભેગો કર્યો

પ્રતિનિધિ વડોદરા તા..5

ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટના ડોક્ટર ભાવેશ વસાવાએ લગ્ન કરવાની લાલચ આપીને નર્સ પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જાણવા મળ્યા મુજબ યુવતીના સાથે ફોટા અને વીડિયો પણ હોય બ્લેક મેલ કરીને પણ બળજબરી પૂર્વક સંબંધ બાધ્યાં હતા. ગોત્રી પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

મૂળ રાજપીપળાના  અને હાલમાં આજવા રોડ પર ભાડાના મકાનમાં રહેતા ડોક્ટર બીએચએમએસ ડોક્ટર ભાવે વસાવા ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તબીબે સોશિયલ મીડિયા પરથી 27 વર્ષીય નર્સનું કામ કરતી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ એકબીજાના વચ્ચે વાતચીત શરૂ થતા નંબરની આપલે થઇ ગઇ હતી. ત્યારે ફોન પર તથા મેસેજ દ્વારા ડોક્ટર ભાવેશ વસાવાએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતી ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં અને યુવતીઓ સાથે રહેતી હતી. ત્યારે અન્ય યુવતીઓ પોતાના વતન જતી હતી ત્યારે ડોક્ટર યુવતીને ઘરે જતો હતો અને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ડોક્ટર યુવતીને શારીરિક શોષણ કરતો હતો પરંતુ યુવતી જ્યારે લગ્ન કરવાની વાત કરે તેને ગાળો આપી ચુપ કરાવી દેતો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યા યુવતી સાથે અંગતપળોના ફોટો અને વીડિયો પણ ડોક્ટર ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેના દ્વારા બ્લેક મેલ કરીને પણ સંભોગ માણતો હતો. આખરે લગ્ન નહી કરવાનું કહેતા યુવતી તુટી ગઇ હતી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં સ્ટર્લિંગ હોસ્પિટલના બળાત્કારી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી લઇને તેને કોર્ટમાં રજૂ કરવામાં  આવતા કોર્ટે તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top