વડોદરા:
હાઇવે પર આવેલી સર્વોત્તમ હોટલ માં જમવા ઉભા રહેલા પરિવારજનો પૈકી એક સભ્યના સુપમાંથી ગરોળી નીકળતા હોબાળો મચ્યો હતો. જો કે આ બાબતે હોટલના મેનેજર ને જાણ થતા તેમણે માફી માંગી હતી, પરંતુ પરિવારજનોએ આ વિડીયો તેમના મોબાઇલમાં કેદ કરીને તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ કરતા અનેક લોકો એ હાઈજીન બાબતે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
થોડા દિવસ પહેલા મી.પફના પફ માંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા બાબતે અનેક સફાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર હાઇવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં એક પરિવાર જમી રહ્યું હતું તે દરમિયાન તેઓ દ્વારા સુપ મંગાવવામાં આવ્યું હતું. પરિવારજનો સુપની મજા માણી રહ્યા હતા ત્યારે એક સભ્યના સૂપમાંથી ગરોળી નીકળતા તેઓએ ભોજનની ગુણવત્તા બાબતે સવાલો ઉઠાવીને મેનેજર ને આ બનાવ અંગેની જાણ કરી હતી. જોકે મેનેજર એ કાન પકડીને ભૂલ સ્વીકારી હતી પરંતુ પરિવારજનોએ તેમના મોબાઈલ ફોનમાં આ વિડીયો કેદ કર્યો હતો અને તેમના હાઈજીન બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા. મોંઘી દાટ કિંમત આપવા છતાં પણ લોકોને ચોખ્ખું ભોજન ન મળતું હોવાથી અનેક લોકોમાં રોષ જોવા મળ્યો હતો સાથે જ હવે તો હોટલમાં સર્વિસ ટેક્સ ની સાથે જીએસટી ના ભાવ પણ વસૂલ કરવામાં આવતા હોય છે ત્યારે આટલી મોંઘી કિંમત લેવા છતાં પણ હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાથી અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા સાથે જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સામે પણ સવાલો ઊભા કર્યા હતા.