Vadodara

કલેકટર કચેરી ખાતે સિમિના 12 શકમંદ કાર્યકરોની યાદી લાગી

  • ચુંટણીને ધ્યાને લઇ પોલીસ વિભાગે નોટિસ લગાવી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરામાં અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે દરમિયાન વડોદરા કલેકટર કચેરી ખાતે સીમી સાથે સંકળાયેલા 12 શકમંદ વ્યક્તિઓના ફોટા સાથેની યાદી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી છે.લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા અગામી સાતમી મેના રોજ યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેર તેમજ જિલ્લાના સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે વડોદરા શહેર ભૂતકાળમાં અનેક વાર ભાંગ ફોડિયા તત્વોનું આશ્રય સ્થાન બની રહ્યું છે. અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં પણ અવારનવાર વડોદરાના કેટલાક અસામાજિક તત્વોનું નામ જાહેર થયું છે ત્યારે હાલમાં વડોદરા પોલીસ દ્વારા કલેક્ટર કચેરીમાં એક નોટિસ લગાવવામાં આવી છે જેમાં સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા- સીમી સાથે સંકળાયેલા શકમંદ 12 વ્યક્તિઓના ફોટા સાથેની યાદી મૂકવામાં આવી છે. આ તમામ ભાગેડુ છે અને પોલીસે તેઓને પકડવાના બાકી છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે તેઓના ફોટા સાથેની યાદી મૂકી જો કોઈના ધ્યાન પર આવે તો જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top