SURAT

લસકાણામાં પડોશીએ સામાન્ય ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી

સુરત: (Surat) લસકાણા ખાતે રહેતા યુવકની તેના પડોશીએ (Neighbor) કોઈક વાતને લઈને ઝઘડો થતા ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. સામાન્ય ઝઘડામાં પેટ અને જમણા પડખે ચપ્પુના ઘા મારતાં યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • લસકાણામાં પડોશીએ સામાન્ય ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી
  • સામાન્ય ઝઘડામાં પેટ અને જમણા પડખે ચપ્પુના ઘા મારતાં સ્થળ પર જ મોત

બમરોલી પોલીસ કોલોની પાસે આશાપુરી વિભાગ-1માં રહેતા 40 વર્ષીય વસંતકુમાર ઉલ્લા બિસ્વાલએ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેના જીજાજી બિદ્યાધરા પાંડબ શ્યામલની હત્યા કરનાર પડોશી કાળુગુરુ સંતોષગુરુ (રહે- લસકાણા, દ્રારકેશ સોસાયટી તથા મુળ ગંજામ, ઓરિસ્સા)ની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે 26 જાન્યુઆરીની રજા હોવાથી તે રાત્રે ઘરે જ હતો. ત્યારે તેના મોબાઈલ ઉપર તેની બહેન રિનાનો ફોન આવ્યો હતો કે તારા જીજાજી મેડીકલમાં છે અને તેને પૈસાની જરૂરીયાત છે, જેથી તું ત્યા આવ તેવું કહ્યું હતું.

વસંતકુમારે તેની બહેન રિનાને આ અંગે પુછતા રીનાને અજાણ્યાએ ફોન કરીને તેના પતિને કોઈએ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનો ફોન આવ્યાનું જણાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. બિદ્યાધરા પાંડબ શ્યામલનો, બાજુમાં રહેતા કાળુગુરુ સંતોષગુરુ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં કાળુગુરુ સંતોષગુરુએ એકદમ ઉશકેરાઇ બિદ્યાધરાના પેટના ભાગે તેમજ જમણી બાજુના પડખાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top