મુંબઇ: હાલ સોશિયલ મિડીયા (Social Media) ઉપર અભિનેતા સની દેઓલનો (Sunny Deol) એક વીડિયો ઝડપથી વાઇરલ (Viral) થઇ રહ્યો છે. જને જોઇ સનીના ફેન આશ્ચર્ય ચકીત (Shocked) થઇ ગયા હતાં. વિડીયોમાં અભિનેતા નશાની હાલતમાં મુંબઇના જુહુ ખાતે મધરાત્રે લથડીયા ખાતા જોવા મળી રહ્યા છે. વીડિયો (Video) વાઇરલ થતાં જ અભિનેતાએ સમગ્ર મામલે ખૂલાસો કરવો પડ્યો હતો.
બોલિવુડના ગદર સ્ટાર સની દેઓલ પોતાના એક વાઇરલ વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા છે. વીડિયોમાં અભિનેતા મુંબઇના રસ્તા ઉપર લથડીયા ખાતા જોવા મળી રહ્યા છે. તેમજ એક રિક્ષા ચાલક તેમને સહારો આપી રિક્ષામાં બેસાડતો નજરે ચડે છે. વીડિયો સામે આવ્યા બાદ અભિનેતાના ફેન્સમાં ખળભડાટ શરૂ થઇ ગયો છે કે અભિનેતાને શું થઇ ગયું છે? ફેન્સની ચિંતાને દુર કરવા અભિનેતાએ વીડિયો બાબતે ખુલાસો કર્યો હતો.
સની દેઓલે કર્યો ખુલાસો
સની દેઓલે પોતે આ વીડિયો પાછળનું સત્ય જાહેર કર્યું છે. સનીએ પોતાના ટ્વિટર (X) ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે સમગ્ર વાર્તા બતાવી છે. વાસ્તવમાં સની દેઓલ તેમની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેનું નામ ‘સફર‘ છે. સનીએ શેર કરેલા વીડિયોમાં તેને નશામાં ધૂત જોઈ શકાય છે. તેમજ ફિલ્મના ક્રૂ મેમ્બર્સ તેમની આસપાસ શૂટિંગ કરી રહ્યા છે. અભિનેતાએ કેપ્શનમાં પોતાની ફિલ્મ સફરને ઉલ્લેખીને લખ્યું હતું કે, ‘અફવાઓકા ‘સફર‘ બસ યહી તક.
આ વર્ષે સની દેઓલની રીલીઝ થયેલી ફિલ્મમાં એક્ટરના તારાસીંગના અવતારને ફરી એકવાર પર્દા ઉપર જોઇ અભિનેતાના ફેન્સ ખુબ જ કુશ થયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ હતાં. તેમજ ફિલ્મની સ્ટેરી તારા સિંગ અને તેમના દિકરા ચરણજીત સિંહ ઉર્ફે ‘જીતે‘ના બોન્ડ ઉપર આધારીત હતી. બંન્ને સાથે મળીને પોતાની પાછળ પડેલા પાકિસ્તાનના જનરલ હામિદ ઇકબાલથી પીછો છોડાવે છે.
આ સાથે જ સની દેઓલ 2023માં રીલીઝ થયેલી ફિલ્મો પૈકી પોતાની ફિલ્મ ગદર-2ની સક્સેસ સાથે ટોપ એક્ટરની લિસ્ટમાં સામેલ થયાં હતા. તેમની ફીલ્મ ‘ગદર-2’ 500 કરોડથી વધુની કમાણી કરી 2023ની સૌથી સફળ ફિલ્મ બની હતી. ફિલ્મ હિટ થયા બાદ સની ધણી જગ્યાએ સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા.