Entertainment

ધરપકડ કે પબ્લિસિટી સ્ટન્ટ? કેમ ઉર્ફી જાવેદ બે મહિલા પોલીસ અધિકારી સાથે…

મુંબઇ: ઉર્ફી જાવેદ વિચિત્ર કપડાના કારણે અવારનવાર ચર્ચામાં (News) રહે છે. ત્યારે ઉર્ફી જાવેદનો (Urfi javed) એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં બે મહિલા પોલીસ (Police) અધિકારીઓ તેની ધરપકડ (Arrest) કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઉર્ફી જાવેદની ધરપકડ શા માટે (Reason) કરવામાં આવી તે અંગે હોબાળો થયો હતો. પરંતુ ધરપકડનું કારણ હજી સુધી અકબંધ છે.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે, જેમાં મુંબઈ પોલીસ તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જતી જોવા મળી રહી છે. આ જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા કે મામલો શું છે? પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો સાચો છે કે પબ્લિસિટી સ્ટન્ટ. જણાવી દઇયે કે પાપારાઝીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં પોલીસ રેસ્ટોરન્ટમાં હાજર ઉર્ફી જાવેદને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પછી તે ગુસ્સે થાય છે અને પૂછે છે કે તે આ બધું શું અને શા માટે થઇ રહ્યુ છે. ત્યારે બે મહિલા અધિકારીઓ તેમને કહે છે કે તે ટૂંકા કપડા પહેરે છે અને હવે તેમને પોલીસ સ્ટેશન જવું પડશે.

વાઈરલ ભાયાણીએ પણ એક નવો વીડિયો શેર કર્યો છે જેમા દાવો કરવામાં આવ્યો છે કે ઉર્ફી જાવેદને શુક્રવારે સવારે મુંબઈમાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી છે. ક્લિપમાં ઉર્ફી સવારે કોફી પીતી જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓની એક ટીમે તેને કસ્ટડીમાં લીધી હતી. એક મહિલા પોલીસ અધિકારી ઉર્ફીને તેની સાથે પોલીસ સ્ટેશન જવા માટે કહે છે, જેનું ઉર્ફીએ કારણ પૂછ્યું, જેના જવાબમાં અધિકારીએ જવાબ આપ્યો, “આટલા નાના કપડાં પહેરીને કોણ ફરે છે?”

શું ખરેખર ઉર્ફી જાવેદની ધરપકડ કરવામાં આવી છે?
વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી જાવેદ સતત પોલીસ સ્ટેશન જવાની ના પાડી રહી છે. પરંતુ બંને મહિલા અધિકારીઓ કોઇ પણ કારણ આપ્યા વગર અભિનેત્રી સાથે કારમાં બેસીને જતી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સ પણ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. ઉર્ફીની ટીમ તરફથી કોઇ પણ ટીપ્પણી સામે આવી નથી.

Most Popular

To Top