સુરત: સુરત(surat)માંથી અલગ-અલગ સ્થળ(Place) ઉપર જાહેરમાં યુવાનો દ્વારા બર્થડે સેલિબ્રેશન (BirthDayCelebration)ના વિડીયો વાઇરલ(Viral) થતાં હોય છે જે દંડનીય(Punishable) છે એવી જાહેરાત પણ થઈ હતી પરંતુ સુરતના યુવાનો(Youth)માં જાણે પોલીસ(Police)નો ખોફ જ રહ્યો ન હોય તેમ ફરી એકવાર આવો વિડીયો વાઇરલ થયો છે. વિડિયોમાં યુવક હથિયાર અને ફાયર ગન(FireGun) સાથે નાંચતો નજરે પડી રહ્યો છે.
- સુરતમાંથી જાહેરમાં બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાઇરલ
- વિડિયોમાં યુવક હાથમાં ફાયર ગન અને હથિયાર સાથે જોવા મળ્યો
- અગાઉ આમ બિર્થડે ઉજવણી ઉપર લાગવાયો હતો પ્રતિબંધ
- વિડીયો વાઇરલ થતાં પોલીસ તપાસ ચાલુ
સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં બર્થડે સેલેબ્રેશન ઉપર પ્રતિબંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં ડીંડોલીમાં હથિયારો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ડિંડોલીના યુવકનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં યુવક હાથમાં હથિયાર અને રોશની ફેંકતી ગન સાથે જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરતો જોવા મળે છે. વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વાઇરલ વીડિયો ડીંડોલીનો હોવાનું કહી શકાય છે. જાહેરમાં બર્થ ડે ઉજવણી અને હાથમાં હથિયાર લઈ નાચતા યુવકનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસનો ડર આવા તત્વોમાં રહ્યો ન હોય એમ કહી શકાય છે. વાયરલ વીડિયોમાં દેખાતો યુવક ડિંડોલીનો સોનું રાજપૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આગળ પણ આવા વિડીયો વાઇરલ થઇ ચૂક્યા છે. જેના ઉપર સુરત પોલીસ કમિશ્નર દ્વારા બેન લગાવવામાં આવ્યો હતો. ફરી એક વાર આવો જ વિડીયો વાઇરલ થતાં એમ કહી શકાય કે પોલીસની રહેમ નજર હેઠળ યુવકો બેફામ બન્યા છે અને તેઓમાં પોલીસનો ખોફ રહ્યો નથી.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ જાહેરમાં જન્મદિવસ ઉજવનારા સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આવા વાઇરલ વીડિયો પોલીસને પડકાર આપતા કહી શકાય છે એટલે પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે. સુરત પોલીસ હવે આગળ શું પગલાં ભરશે એ જોવું રહ્યું.