SURAT

સુરતમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો: હિન્દુ સગીરાને ફસાવવા રૂપિયા મળ્યાની વિધર્મીની કબૂલાત

સુરત(Surat): સુરતમાંથી લવજેહાદની (LoveJihad) મોટી ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવકે નામ બદલીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની વિગતો બહાર આવી છે. યુવતીને દિલ્હી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા ત્રાસ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં રહેતી એક યુવતીને ખોટી રીતે પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવાયું હોવાની ઘટના બની છે. આરોપી યુવકે પોતાનું નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરાને ફસાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સગીરાને દિલ્હી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી માનસિક ત્રાસ આપતા હોવાનું પીડિત સગીરા એ પોલીસ ફરિયાદમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાને મુસ્લિમ ધર્મ અનુસાર બુરખો ધારણ કરાવવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે. જ્યાં અન્ય હિન્દૂ યુવતીઓને પણ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાત સગીરાને માલુમ પડી હતી. સગીરાએ ટકોર કરતા વિધર્મી રિઝવાન શેખે જણાવ્યું કે,હિન્દૂ યુવતીઓ જોડે લગ્ન કરવાથી અમોને વધુ પૈસા મળે છે,મને વધુ પૈસાની જરૂર છે. હિન્દૂ યુવતીઓ જોડે લગ્ન કરવાથી અમારા ધર્મનો પ્રચાર સારો થાય છે. વિધર્મીને હિન્દૂ યુવતીઓ જોડે લગ્ન કરવા ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું. જે ફન્ડિંગ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતા છે. લવ જેહાદને લઈ એક સુનિયોજિત કાવતરું ચાલ્યું હોવાની પોલીસને શંકા છે.

Most Popular

To Top