સરકારી તંત્ર પાસે પ્રજાને સવલતની અપેક્ષા હોય એ સામાન્ય ઘટના છે, પરંતુ એક નાગરિક તરીકે પ્રજાએ પણ આત્મનિરિક્ષણ કરવું જ રહ્યું! કે સ્વયં કેટલે અંશે દેશને વફાદાર છીએ? વારંવાર ડ્રગ્સ પકડાયાના અહેવાલ અખબારી આલમ દ્વારા જાણવા મળે! પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે લેનારા હશે તો જ વેચનારા હશે ને? અને યુવાધનને ડ્રગ્સના બંધાણી બનાવવા એ કેટલે અંશે યોગ્ય છે? કયારેક લાંચ લેનારા અધિકારીઓના કરતૂત અખબારોમાં આવે! લાંચ લેવી અને આપવી બંને ગુનાહિત કાર્ય જ છેને? ત્યારે દેશપ્રેમ કયાં સંતાય જાય છે?
બાળપણમાં પ્રતિજ્ઞાપત્ર શાળાઓમાં બોલાવામાં આવતી, એમાં એક વાક્ય હતું, હું મારા દેસને ચાહું છું અને પછી સત્તાધીશ બન્યા પછી દેશદ્રોહી બનવાનું સામાન્ય નાગરિક તરીકે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવામાં પણ નિયમ ભંગ કોણ નથી કરતું? નવા પુલ કે અન્યભીંતને પાન-મસાલા આરોગી કેટલાય નાગરિક ગેરૂ રંગે રંગી નાખે છે! શું આ શોભાસ્પદ છે.? કયારેક કરવેરા ભરવામાં ચોરી! અને તે પણ કરોડપતિઓ દ્વારા અર્થાત્ અમીચંદો અન્ય સ્વરૂપે હજી ભારતમાં જીવીત છે! પોલીસ પુત્ર ચરસનું વેચાણકરે!
લાંચની ધરપકડ કરવા રાજકોટ એસીબીએ સુરત સુધી આવવું પડે! આ પોલીસ કર્મીઓના દેશપ્રેમ છે? આ પ્રકારની કેટલીય ઘટના બહાર નહીં આવતી હશે!નાણાં જ પરમેશ્વર! પ્રત્યેક નાગરિકે આત્મનિરિક્ષણ તો કરવું જ રહ્યું કે હું કેટલા કાયદા-કાનૂન ને માન આપું છું? અપવાદ સર્વત્ર હશે જ. પાણીનો વ્યય સ્વચ્છતાનો અભાવ, નગણ્ય બાબતમાં કોમી વિખવાદ ઊભો કરવો અને શહેરમાં અશાંતિ ફેલાવવી વિ. અનેક બાબતોમાં સામાન્ય નાગરિક ઊણા ઊતરે છ. એટલે સ્વયંસુધારણા દ્વારા પણ દેશ પ્રેમ વ્યક્ત કરી શકાય.
સુરત –નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.