SURAT

‘તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે?’, કહી પ્રેમીએ પ્રેમિકા અને તેની સાથે રહેતા યુવકને ચપ્પુ માર્યું

સુરત : ‘તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે?’, કહી ગુરુવારની સાંજે પરવત ગામ વિસ્તારમાં રહેતી પ્રેમિકા (GirlFriend) સહિત યુવક પર પ્રેમીએ ઘરમાં ઘુસી ચપ્પુ વડે જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાની ઘટના બની છે. પોલીસે પ્રેમિકાની ફરિયાદને આધારે પ્રેમી સહિત બે સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા પરવત ગામ અંકુર એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં રહે છે. 25 વર્ષીય મોહિનીબેનના (નામ બદલ્યું છે) 7 વર્ષ પહેલા જ પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતા. છ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ (Instagram) મારફતે સમીર દગુ શેખ (રહે, સ્લમ બોર્ડ લીંબાયત) નામના યુવક સાથે મિત્રતા થયા બાદ બન્ને એકબીજાના પ્રેમ સંબંધમાં પડ્યા હતા.

મોહિની સાથે તેના ઘરે બે મહિનાથી અભિષેક મુલચંદ મોર્યા નામનો યુવક રહેતો હતો. અભિષેક મોહિનીને પોતાની બહેન જ માનતો હતો. જે વાતની જાણ બાદ ગુરુવારની સાંજે સમીર તેના મિત્ર ગાવઠી સાથે પ્રેમિકાના ઘરે દોડી ગયો હતો. સોનલ સાથે તેની આઠ વર્ષની દીકરી અને અભિષેકને ઘરમાં જોઈ ભડકી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, સમીરે મોહિનીને તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરી ચપ્પુ થી હુમલો કરી દીધો હતો. જેમાં અભિષેકના પેટના અને જાંગના ભાગે ઘા મારતા આંતરડા બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ ગાવઠી નામના હુમલાખોરે મોહિનીને ડાબા હાથના કોણીના ભાગે એક ઘા માર્યો હતો.

મોહિની અને અભિષેક ઉપર જીવલેણ હુમલો કર્યો બાદ બંને જણા ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં બંને જણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સોનલ બેનની ફરિયાદને આધારે સમીર શેખ અને ગાવઠી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે મહિલાને હું બહેન કહું છું અને બે મહિનાથી જ તેની સાથે રહું છું, યુવકને પેટના ભાગે ઘા મારતા તેના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા.

Most Popular

To Top