સુરત: BRTS બસમાં (Bus) હવે મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો (Blows) વિડીયો (Video) વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ સુરત રેલવે સ્ટેશન થી સરદાર માર્કેટ જતી બસ માં મહિલાઓની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. અનેક વિવાદોમાં સપડાયેલી બી.આર.ટી.એસ.બસમાં મહિલાઓની છૂટ્ટા હાથની મારામારી પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. પરંતુ વાળ પકડી ને લાફા મારતા હોવાનું વિડીયો માં સ્પષ્ટ દેખાતા મારા મારીને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
- વાળ પકડી ને લાફા મારતા હોવાનું વિડીયો માં સ્પષ્ટ દેખાતા મારા મારીને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા
- સુરત રેલવે સ્ટેશન થી સરદાર માર્કેટ જતી બસ માં મહિલાઓની મારામારી થઈ હોવાનું સામે આવ્યું
વિડીયો જોનારાઓએ કહ્યું હતું કે બસ મહિલાઓથી ખીચોખીચ ભરેલી દેખાય છે. બસમાં બેઠક સીટ બાદ ઉભી રહેલી મહિલાઓ વચ્ચે કોઈ વાત ને લઈ ઘર્ષણ થયા બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હોય એમ કહી શકાય છે. બસ ની બહાર અંધારું દેખાતા ઘટનાની મોડી સાંજ કે રાત્રી દરમિયાન બની હોય એ વાત ને નકારી શકાય નહીં. જોકે હાલ આખી ઘટનાને લઈ તપાસ થવી જોઈએ, મહિલાઓ વચ્ચેની મારા મારી એ કોઈ ગંભીર મુદ્દો ન હોય શકે પણ સામાન્ય વાત ઉગ્ર બનતા મારા મારી થઈ હોય એમ કહી શકાય છે.
વધુમાં જણાવ્યું હતું કે વિડીયો બનાવનાર આખી ઘટનાથી વાકેફ એટલે કે જાણકાર હોય એ વાત ને પણ નકારી શકાય નહિ, આવુ બસ સ્ટેશનથી સરદાર માર્કેટ જતા રૂટ પર ઘટના બની હોય એટલે BRTS બસ ના ડ્રાઇવર કંડકટર ને પણ ઘટનાની તમામ માહિતી હોવી જોઈએ, જોકે માત્ર 1 મિનિટ સુધી ચાલે ઘર્ષણ માં લાફા અને વાળ પકડીને ખેંચતાણ થતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. હાલ આ પોલીસ તપાસનો વિષય છે.