Entertainment

બોલિવૂડની હિરોઈન બનશે સીમા હૈદર!, અમિત જાનીએ ઓફર કરી આ ફિલ્મ

નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમને મળવા આવેલી સીમા સચિનની પ્રેમકહાનીથી સૌ વંચિત છે. આ કેસમાં અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે થોડાં દિવસ પહેલા સચિન, તેનાં પિતા અને સીમાનો એક વીડિયો (Video) સામે આવ્યો હતો જેમાં સચિનના પિતાએ જણાવ્યું હતું કે પોલીસે (Police) ઘરની બહાર ન નીકળવાની ફરજનાં કારણે અમારી આવક (Income) બંધ થઈ ગઈ છે. ઘરમાં રાશન પણ પતી ગયું છે. જો આવી જ સ્થિત રહેશે તો અમારે ભૂખા મરવાનો વારો આવશે. ત્યારે આ વચ્ચે હવે ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ આ કપલની મદદ માટે હાથ આગળ વધાવ્યો છે.

સીમા સચિનના ઘરની હાલત બદથી બદ્તર થઈ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ આ કપલની મદદ માટે પહેલ કરી છે. અમિતે પોતાના પ્રોડકશન હાઉસ જાની ફાયર ફોક્સ હેઠળ બનનારી ફિલ્મમાં અભિનય કરવા માટે ઓફર આપી છે. આ માટે સીમાને એક લેટર પણ મોકલવામાં આવ્યો હતો જેનાં જવાબમાં સીમાએ કહ્યું હતું કે હું વીચારીને જવાબ આપીશ જો કે અત્યાર સુધી સીમા તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

અમિત જાનીએ થોડાં સમય પહેલા ફિલ્મ પ્રોડકશન હાઉસ બનાવ્યું છે. જેનું નામ જાની ફાયર ઓફિસ આપવામાં આવ્યું છે. ઉદયપુરમાં કનૈયાલાલ સાહૂ કે જેઓ ટેલરિંગનું કામ કરતા હતા તેમના પર અમિત હાલ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું નામ એ ટેલર મર્ડર સ્ટોરી આપવામા આવ્યું છે જે નવેમ્બરમાં રિલિઝ થશે.

અમિત જાનીએ સીમા સચિનને તેમના પ્રોડકશન હાઉસ સાથે કામ કરવા માટે પણ ઓફર કરી છે. અમિત જાનીએ આ માટે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહે છે કે સીમા હૈદર જે રીતે ભારતમાં ઘૂસી તેની સામે મને પણ વાંઘો છે પણ મીડિયા તરફથી જે સમાચાર સામે આવી રહ્યાં છે કે તેઓને ખાવા પીવાનાં ફાંફા છે તે માટે ભારતીય હોવાના નાતે મારી ફરજ છે કે હું તેમને મદદ કરું,

Most Popular

To Top