World

VIDEO: ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, USમાં આવી અસર વર્તાઈ!

નવી દિલ્હી: ભારત (India) સરકારે ચોખાની (Rice) નિકાસને (Export) લઈને મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ (Prohibition) મૂક્યો હતો. આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની મોટી અસર અમેરિકી (US) બજારોમાં જોવા મળી રહી છે. ત્યાંના સુપરમાર્કેટમાં (Supermarker) ચોખા ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ખાદ્ય મંત્રાલય દ્વારા ગયા અઠવાડિયે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બાસમતી ચોખા અને તમામ પ્રકારના ઉસના ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે. નોન-બાસમતી ચોખાના સ્થાનિક ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. આ પછી અમેરિકામાં ચોખા ખરીદવા માટે લાગેલી લાઈનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા શોપિંગના વીડિયો અને તસવીરો જોઈને ભારત દ્વારા ચોખાની નિકાસ પરના પ્રતિબંધની અસરનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો ત્યાંના સ્ટોરના વીડિયો ટ્વિટર પર શેર કરી રહ્યા છે. આ સાથે જાણકારી મળી આવી છે કે લોકો પોતાની નોકરીના કલાકો પતાવ્યા પછી અને રજાઓનાં દિવસોમાં ચોખા ખરીદવા માટે કતાર લગાવી રહ્યા છે. સ્ટોરની અંદર દરેક વ્યક્તિ 10-10 પેકેટ ચોખા ખરીદતો જોવા મળી રહ્યો છે. અહીં 9 કિલો ચોખાનું પેકેટ $27 (રૂ. 2215)માં વેચાઈ રહ્યું છે.

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભારતની કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી વિદેશી સુપર માર્કેટમાં લોકો ચોખા ખરીદવા લાંબી કતારો બનાવી રહ્યાં છે.અમેરિકામાં ભારતમાંથી નિકાસ થતા ચોખાનો ભારે વપરાશ થાય છે અને ભારતના ચોખા પ્રતિબંધના નિર્ણયને કારણે ત્યાં આવી સ્થિતિ સર્જાઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોર્સ પર આ ભીડને જોતા, ઘણી જગ્યાએ ચોખા ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે.

ભારતમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. આમ તો ભારત ભારત 100થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે પરંતુ થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તે સૌથી વધુ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરે છે. 2012થી ભારત ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

Most Popular

To Top