SURAT

સુરત: યુવતીના નેકેડ ફોટા વિધર્મીએ ઇન્સ્ટા પર ચઢાવી દીધા

સુરત : ચાની લારી ચલાવતા વિધર્મી યુવાન સાથે યુવતીને પ્રણયફાગ ખેલવાનું ભારે પડી ગયું હતું. વિધર્મી યુવાને યુવતી સાથે શારિરીક સબંધ બાંધ્યા બાદ તેના નેકેડ ફોટા ઉતારી લીધા હતા. ત્યારબાદ આ ફોટા તેણે તેના મિત્રને આપી દીધા હતા. આ મિત્રએ યુવતીને આ ફોટા મોકલ્યા હતા.

  • ચાની લારી ચલાવતા વિધર્મીએ યુવતીને તેના મિત્ર સાથે સબંધ બાંધવા દબાણ કર્યું
  • શારિરીક સબંધ નહીં બાંધે તો બદનામ કરવાની ધમકી આપનાર બેની ધરપકડ

યુવતીને કહ્યું કે ‘તું મારી સાથે શારિરીક સબંધ નહીં બાંધે તો તને બદનામ કરી નાંખીશ’. યુવતીએ શારિરીક સબંધ બાંધવાનો ઇન્કાર કરતા તેના નેકેડ ફોટા ઇન્સ્ટા પર ચઢાવી દેવાયા હતા. આ ઉપરાંત યુવતીના ફોટા સાથે તેનો મોબાઇલ નંબર પણ લખવામાં આવ્યો હતો. યુવતીને અશ્લિલ ફોન આવતા તેના ફોટા ઇન્સ્ટા પર હોવાની તેને વિગત જાણવા મળી હતી.

દરમિયાન (10 અલ્તાફ અયુબભાઇ પટેલ ઉ. 21, ધંધો ચાની લારી રહે, પટની કોલોની મુલ્લા મસ્જિદ પાસે, વરિયાળી બજાર)એ તેની પ્રેમિકાને તેના મિત્ર ફૈઝળ ઉર્ફે અરબાઝ આમીન ખાન (ઉ. વર્ષ 20 રહે, બાપુનગર ઝૂપડપટ્ટી, મક્કાઇપૂલ સર્કલ પાસે અડાજણ પાટીયા મૂળ રહેવાસી ગોરખપુર) સાથે શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. ફૈઝલે યુવતીને ધમકી આપ્યા બાદ તેના ફોટા ઇન્સ્ટા પર ચઢાવી દીધા હતા. પોલીસે આ બંને આરોપીઓની અટક કરી હોવાની વિગત જાણવા મળી છે.

વિદ્યાર્થિનીને વહેલા બોલાવી બાથમાં ભીડી સાથળના ભાગે હાથ ફેરવનાર શિક્ષક લોકઅપમાં પૂરાયો
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં શાળાના શિક્ષકે તેની વિદ્યાર્થિનીનો પીછો કરી અડપલા કર્યા હતા. અને વિદ્યાર્થિનીને ‘મારી સાથે લગ્ન કરી લે, આપણે ભાગી જઇએ’ તેમ કહ્યું હતું. હેબતાઈ ગયેલી વિદ્યાર્થિનીએ માતાને જાણ કરતા પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી અને ધો.12 કોમર્સ બાદ સી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ડિવાઇન સ્કૂલમાં જતી હતી. ત્યારે સ્કૂલના અંગ્રેજી અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના શિક્ષક સહદેવ સોવા નાયકે સગીરાની મોપેડનો પીછો કર્યો હતો. રસ્તામાં વિદ્યાર્થિનીને ‘તું ક્લાસીસમાં શા માટે જાય છે..? ક્લાસીસ બંધ કરી દે અને મારી સાથે લગ્ન કરી લે, આપણે ભાગી જઇએ’ તેમ કહ્યું હતું.

આ રીતે શિક્ષક છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થિનીને ટોર્ચર કરતો હતો. આ લંપટ શિક્ષક વિદ્યાર્થિની જ્યારે ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે પણ તેણીના શરીરે અડપલા કરતો હતો. હાલમાં સહદેવ નાયક વિદ્યાર્થિનીને અભ્યાસમાં જે સમસ્યા આવે તેને સોલ્વ કરવાનું કહીને 10-15 મિનિટ વહેલા બોલાવતો હતો. અને તેને અડપલા કરતો હતો. અને વિદ્યાર્થિનીને બાથમાં ભીડી લેતો હતો.

વિદ્યાર્થિનીને અવાર નવાર શરીરે ટચ કરી તેને બાથમાં ભરી તેના છાતીના, સાથળના, પાછળના ભાગે હાથ ફેરવી શારિરીક અડપલા કરી કીસ કરી છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ આ બાબતે તેની માતાને પણ ફરિયાદ કરી હતી. જેથી પરિવારે સરથાણા પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

Most Popular

To Top