મારી પત્નીને વર્ષોથી મુ.શ્રી નરેન્દ્રભાઈ મોદી (વડાપ્રધાન) મારફત સિનીયર સીટીઝન દ્વારા થોડા આર્થિક સહાય રૂપે રૂપિયા મળતા હતા અને આજે પણ મળે છે તેમાં વર્ષ 2019 થી 2022 સુધીના કુલ ચાર વર્ષના રૂપિયા મારી પત્ની (મનોરમાબેન) ને જે મને એને સરખે હિસ્સે મળતા હતા. મને રૂપિયા બરાબર મળે છે પણ મારી પત્નીને 2019 થી રૂા. 250/- ઓછા મળે છે જે માટે મેં ઘણા કાગળો (અરજી) ગાંધીનગર-સુરત કરી છતાં આજ દિન સુધીનો કોઈ ખુલાસો થતો નથી. ઉપરથી શરૂઆત થી જ આપની અરજી ઉપર તપાસ અંગે મોકલી છે આટલો જ ખુલાસો દરેક વખતે કરે છે અને તેની જવાબદારી ભૂપેન્દ્રભાઈ પટેલ – મંત્રીશ્રી ગુજરાત રાજ્યને થતી જ નથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનને પણ કોઈ ખબર પડતી નથી.
દીવા નીચે અંધારાજેવું પોલમપોલ કામ ચાલે છે. ઓફિસમાં આવવું અને સાંજે ટાઈમ થાય એટલે જતા રહેવાનું એટલું કામ ઘણું કહેવાય. આવે અને જાય એટલે મહિને પગાર તો મળવાનો જ છે એ ચોક્કસ છે કામ થાય કે ન થાય એ જોવાવાળું કોઈ નથી. બધીજ ઓફિસમાં ચાલે છે અને જો કોઈ આ અંગે ચોક્કસાઈ પૂર્વક તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે એ નિશ્ચિત વાત છે. રૂપિયા 250/- મને ને મારી પત્ની મળતા હતા તેમાં મને મળે છે અને મારી પત્ની મળતા હતા તેમાં મને મળે છે અને મારી પત્ની મનોરમા બંનેને છેલ્લાં ચાર વર્ષથી મળતા નથી તે કાંઈ ગુમ થયા તે જણાતું નથી અને કાગળ લખી લખી થાક્યો પણ ત્યાંના ઓફિસના કારકુનનું પેટનું પાણી હાલતું નથી એ એક મોટી સમસ્યા છે. કોઈકોઈને કહી શકતું નથી એ પરિસ્થિતિ ઉભી છે. માસ્તર મારે નહિ ને ભણાવે નહિ એવો કારભાર ચાલે છે.
સુરત – રવિન્દ્રભાઈ ઠક્કર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસંતોષ તો મનુષ્યને જીવવા નહિ દેશે
આજકાલ ‘સંતોષ’ને અસંતોષ મનુષ્ય, વિકાસ અને પ્રગતિના માર્ગનો અવરોધ માને છે. કયારેક કહેવાતુ કે, સંતોષ એ સુખી અને આનંદી સમાજનું પરીબળ છે. ભલે અસંતોષ વિકાસ પ્રગતિ માટેનું આલાક બળ હોય પરંતુ મનુષ્ય જેમ જેમ વિકાસ સાધતો ગયો તેમ તેમ મનુષ્યતા વધુને વધુ અસંતુષ્ટ બનતી ગઇ, અસંતોષ થકી ભલે વિકાસ સંધાતો હોય પણ છેવટે તો અસંતોષ મનુષ્યતાને અપરાધ તરફ જ દોરી જતો હોય છે. એનું સ્પષ્ટ પ્રમાણ જ વર્તમાનમાં ચોરી, લૂટફાટ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, દેશદ્રોહ, આંતકવાદ જેવી વધેલી ગુન્હાખોરી છે. ભલે મનુષ્ય વિકાસ સાધે પણ તેના મૂળમાં અસંતોષ ના હોવો ઘટે. જો મનુષ્યતા એ અપરાધ અને હતાશાથી મૂકત થવુ હશે તો પોતાની ભિતર મનુષ્યએ સંતોષને પ્રગટાવવો જ પડશે. અસંતોષ થકી થતા વિકાસ છેવટે મનુષ્યતાને વિનાશ તરફ જ લઇ જશે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.