Columns

રીત દાન કરવાની

યુરોપનો દેશ નોર્વે ત્યાં એક રેસ્ટોરન્ટમાં એક વિચિત્ર રીત ફરવા આવેલા ટુરિસ્ટે જોઈ.તેની આગળ ત્રણ જણ હતા પછી ટુરિસ્ટ નો નંબર હતો. કાઉન્ટર પર જે મહિલાનો નંબર હતો તેણે કહ્યું, ‘પાંચ કોફી, એક સસ્પેન્શન…’અને પાંચ કોફીના પૈસા આપી ચાર કોફી લઈને જતી રહી.પછી જે યુવાન હતો તેણે કહ્યું, ‘ચાર લંચ બોક્સ, બે સસ્પેન્શન…’અને ચાર લંચ બોક્સના પૈસા આપ્યા પણ લીધા બે જ બોક્સ….પછી એક યુવતીનો નંબર હતો તેણે કહ્યું, ’૧૦ કોક, ૬ સસ્પેન્શન…’અને ચાર કોક લઈને જતી રહી. પછી ટુરિસ્ટનો નંબર આવ્યો.

તેણે પોતાના માટે એક કોફી લીધી અને પૈસા આપ્યા પછી કાઉન્ટર પરની છોકરીને પૂછ્યું, ‘બધા વધારે વસ્તુના પૈસા આપી આ સસ્પેન્શન કહે છે તેવું કેમ છે શું તેમના પહેલાના પૈસા આપવાના બાકી હોય છે??’છોકરી હસી અને બોલી, ‘તમે અહીં પહેલીવાર આવ્યા લાગો છો અને ટુરિસ્ટ લાગો છો નોર્વેની લગભગ બધી રેસ્ટોરન્ટમાં આ રીત છે.થોડીવાર અહીં બેસો અને તમારી કોફી એન્જોઈ કરો.તમને થોડીવારમાં સમજાશે આ સસ્પેન્શન કોફી કે લંચ કે કોકનો અર્થ ….નહીં સમજાય તો હું મારું કામ પૂરું કરી તમને સમજાવીશ.’

ટુરિસ્ટ પોતાની કોફી લઈને કાઉન્ટરની સામેના ટેબલ પર બેઠો. થોડીવારમાં એક વૃધ્ધ માણસ આવ્યો અને કાઉન્ટર પર જઈને ધીમેથી પૂછ્યું, ‘કોઈ સસ્પેન્શન કોફી છે ??’અને કાઉન્ટર પરની છોકરીએ હસીને પૈસા લીધા વિના એક કોફી તેને આપી દીધી. ટુરિસ્ટે આ જોયું અને પેલી છોકરી તેની સામે હસી અને પોતાનું કામ કરતી રહી.ટુરિસ્ટ જોતો રહ્યો કે જે કઈ પણ કઈ લેવા આવતું ઓછામાં ઓછું એક સસ્પેન્શન લખાવતું જ.થોડીવારમાં એક નાની છોકરી સાથે એક યુવતી આવી અને કાઉન્ટર પર જઈને પૂછ્યું, ‘એની સસ્પેન્ડેડ લંચ..’કાઉન્ટર પરની છોકરીએ તેને હસીને એક લંચ બોક્સ, એક પાણીની બોટલ, નાની છોકરી માટે એક દુધની બોટલ અને એક ચોકલેટ પણ આપી અને એકપણ પૈસો લીધો નહિ.

ટુરિસ્ટ આ જોઈ રહ્યો હતો.તેને હવે થોડું સમજાઈ રહ્યું હતું તે ફરી કાઉન્ટર પર ગયો અને છોકરીને પૂછ્યું, ‘શું આ સસ્પેન્શન કોફી અને લંચ જરૂરિયાતમંદને આપવામાં આવે છે? હું બરાબર સમજ્યો છું ને?’છોકરીએ કહ્યું, ‘હા, આ અમારા દેશની આગવી રીત છે બીજાને મદદ કરવાની …કોઈને પણ મળ્યા વિના ,કોઈ અજાણ્યાને તમારી મદદ પહોંચી જાય છે.આપનાર આપીને કોને મળશે તેની ચિંતા કર્યા વિના પોતાને રસ્તે નીકળી જાય છે.અને જરૂરિયાતમંદને મદદ મળી જાય છે.’ ટુરિસ્ટ દાન કરવાની અને સમાજને મદદરૂપ થઈ શકવાની આ રીતથી પ્રભાવિત થયો અને બોલ્યો, ‘ચાર કોફી, ચાર સસ્પેન્શન .’અને ચાર કોફીના પૈસા આપી નીકળી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top