વડોદરા: વડોદરા મ્યુનિ.કોર્પો.એ ચાની કીટલી ઉપર વપરાતા કાગળના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં 10 લાખથી પણ વધુ કપ રોડ પર ફેંકાતા હોવાથી ગંદકી થાય છે. જેના કારણે ચા ની કીટલીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. વડોદરાને સ્માર્ટ સિટીમાં ગણતરી થાય છે. આમ છતા શહેરની અંદર ગંદકી જોવા મળી આવે છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે.જેમાં વડોદરા શહેરમાં ચા ની કીટલી પર વપરાતા પેપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ મસાલા-ગુટકાની પડીકીઓ ફેંકશે અથવા તો ચા ની કીટલી પર પેપરકપ ઉપયોગ કરવામાં આવતો હશે તેની ઉપર દંડ કરવામાં આવશે.
ચાની કીટલી ઉપર કાગળના કપનો ઉપયોગ થતો હોવાથી મોટા પ્રમાણમાં ગંદકી થાય છે. વડોદરા શહેરમાં અંદાજિત 10 લાખ જેટલા કપ રોડ પર ફેકવામાં આવતા હોવાથી ગંદકી થાય છે. જેના કારણે સિસ્ટમમાં પેપર જામી જતા ડ્રેનેજ સિસ્ટમમાં પણ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવતી હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાટનગરના સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યુંછે.પેપર કપ પ્રતિબંધઃપાનના ગલ્લા ઉપરથી ગુટકાની પડીકી સહિત મોટા પ્રમાણમાં કચરો નીકળે છે. જેના કારણે અનેક વખત ડ્રેનેજ ચોકઅપ થઈ જવાની ફરિયાદો પણ સામે આવી હતી. તેમને રોડ ઉપર કચરો ન ફેકવા માટે સમજાવવામાં આવશે. ત્યારબાદ પણ જો નિરાકરણ નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે હાલમાં ચા કિટલી ઉપર વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી હવે માટીના કે કાચના કપનો ઉપયોગ કરવાનો રહેશે.
વડોદરા મા હવે કોઈપણ વ્યક્તિ પેપરના કપમાં ચા આપવામાં આવતી હશે. તો ચા ની કીટલી અને દુકાન સિલ કરવામાં આવશે. આ ઝુબેશ શહેર ના દરેક વોર્ડ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચા ની કીટલીઓ અને દુકાન ઉપર તેમજ ઉપરાંત પાનના ગલ્લા ઉપર પણ તપાસ કરવામાં આવશે.ગલ્લા ધારકો દ્વારા ગંદકીકોઈ પણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવી હશે. તો તેમની સામે પણ દંડની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાનના ગલ્લા ઉપર મસાલો બનાવવામાં આવતા પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં તે શ્વાસ માટે નુકસાનકારક છે. જેથી પાનના ગલ્લાવાળાને આ અંગે સમજાવવામાં આવ્યું હતું. વોર્ડ નં-19 માંથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.