વડોદરા : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયું હતું. આજરોજ શહેરના વડીવાળી સ્મશાન ખાતે તેઓની અંતિમક્રીયામાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન થયું છે. મંજુલા સુબ્રમણયમે 1 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ખાતે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી આઇએએસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે. મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા. 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર તેમણે ફરજ બજાવી હતી. આજરોજ સવારે અકોટા તનય એપાર્ટમેન્ટથી વડીવાડી સ્મશાન તેમની અંતિમયાત્રા નીકળી હતી. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક મહાનુભવોએ તમને પુષ્પાંજલી અર્પિ હતી.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ.મંજુલા સુબ્રમણ્યમનું વડોદરામાં નિધન
By
Posted on