National

રાહુલ ગાંધીને પંજાબમાં ભારત જોડો યાત્રા રોકવા ફરી ધમકી અપાઈ!

પંજાબ: પંજાબ (Punjab) માં ખાલિસ્તાન (Khalistan) ના સમર્થનમાં ફરી એકવાર દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દિવાલો પર આ સૂત્રો લખવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટના બીજી વખત બનવા પામી છે. આ પહેલા પણ આ દિવાલો પર આવા સ્લોગન લખવાનો કિસ્સો સામે આવ્યો હતો. પંજાબના વાતાવરણને બગાડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબતે શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દહેશતનો સમાન દરેક ઘર સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં આ વીડિયોમાં રાહુલ ગાંધીને ધમકી પણ આપવામાં આવી છે.

‘રાહુલ પંજાબના રસ્તાઓ પર ચાલી બતાવે ‘
વાસ્તવમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 11 જાન્યુઆરી 2023ના રોજ પંજાબમાં રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવા જઈ રહી છે. રાહુલ ગાંધીને બીજી વખત ધમકી મળી છે. રાહુલને પંજાબનાં રસ્તા પર ચાલીને પ્રદર્શન કરવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ ભગવંત માનના ઘર પાસેના પાર્કમાં જે બોમ્બ મળ્યો હતો તે હેલિપેડ પર પણ મળી શકતો હતો.

અગાઉ પણ રાહુલને મળી ચુકી છે ધમકીઓ
બે અઠવાડિયા પહેલા પણ રાહુલને આવી જ ધમકી આપવામાં આવી હતી. જેમાં શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા સૂત્રો લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ ખોટી પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે વહીવટીતંત્ર દ્વારા આ દિવાલો પરથી સૂત્રો હટાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં પણ શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ અનુસાર, ભારત જોડો યાત્રા 10 જાન્યુઆરીએ પંજાબમાં પ્રવેશ કરશે. આ વચ્ચે રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીનાં પગલે પંજાબ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

Most Popular

To Top