નવી દિલ્હી : ગાઝિયાબાદ (Ghaziabad) પોલીસે (Police) ચાર વર્ષ પછી એક હત્યાનો (Murder) ભેદ ઉકેલી કાઢ્યો છે. સંસનીખેઝ હત્યાના આ અપરાધમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન આવ્યા બાદ બધા ભેદ ખુલી ગયા હતા. આ હત્યાના કિસ્સાને ગાજિયાબાદ પોલીસ બૉલીવુડની ફિલ્મ ‘દ્રશ્યમ’ સાથે સરખાવી રહી છે. મૃતક ચંદ્રવીર ઉર્ફે પપ્પુને તેનીજ પત્નીએ (Wife) તેના પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેની લાશને ઘરમાં જ ખાડો ખોદીને દફન કરી દીધી હતી. જોકે ચાર વર્ષ બાદ આ કેસની ગુંચ પોલીસે ઉકેલી કાઢી હત્યારી પત્નીને અને પ્રેમી બન્નેની અટકાયત કરી લીધી હતી.
પ્રેમી સાથેના અનૈતિક સંબંધોમાં પતિ રસ્તાનો રોડો બનતો હતો
આ મર્ડર મિસ્ટ્રીમની હકીકત એવી જાણવા મળી હતી કે , ગત 5 ઓક્ટોબર 2018ના રોજ સિહાની ગેટ વિસ્તારના રહેવાસી ભૂરે સિંહે એફઆઈઆર નોંધાવી હતી. તેનો ભાઈ ચંદ્રવીર (46) 28 સપ્ટેમ્બરથી ગુમ થઇ ગયો છે. અને અત્યાર સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. આ પછી, ગાઝિયાબાદ પોલીસે કેસ નોંધ્યો અને ગુમ થયેલાને શોધવાનુઈ શરૂ કર્યું હતું. પણ કોઈ અતોપતો ન લગતા સ્થાનિક પોલીસે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો હતો ક્રાઈમ બ્રાન્ચે ગુમ થયેલા ચંદ્રવીરની પત્ની અને તેના પ્રેમીની શંકાના આધારે ધરપકડ કરી હતી. આ પછી બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં બંનેએ કશું કબુલ્યું ન હતું. પરંતુ, ક્રાઈમ બ્રાન્ચની બનેને ફેરવી ફેરવીને કરેલા સવાલો પણ ખુબ કડકાઈ પૂર્વક કર્યા હતા. જેથી અંતે બંને ભાંગી પડ્યા હતા.અને હત્યાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અરુણ ઉર્ફે અનિલ અને મૃતકની પત્ની સવિતાએ જણાવ્યું કે બંને 2017થી એકબીજાને પ્રેમમાં ગળાડૂબ હતા પણ પતિ ચંદ્રવીર રસ્તાનો રોડો બની જતા તેમને પ્લાન બનવી તેની હત્યા કરી નાખી હતી.
બનેએ પ્રોફેશનલ કિલર જોવો પ્લાન બનવ્યો હતો
હત્યારાઓ જાણે પ્રોફેશનલ ક્રિમિનલ હોઈ તે રીતનો પ્લાન તેમને બનવ્યો હતી. અને પતિ ચંદ્રવીરની હત્યા કરીને ઘરમાં દાટી દેવાની યોજનાને ઠંડા કલેજે અંજામ આપ્યો હતો. પ્લાન મુજબ અરુણે પોતાના ઘરમાં જ 6 ફૂટનો ખાડો ખોદી નાખ્યો હતો. આ પછી 28 સપ્ટેમ્બર 2018ની રાત્રે ચંદ્રવીર દારૂ પીને ઘરે આવ્યો અને સૂઈ ગયો હતો. પછી સવિતાએ અરુણને ફોન કર્યો, ચંદ્રવીર ઊંઘતો હતો ત્યારે અરુણે પિસ્તોલ વડે માથામાં ગોળી મારી દીધી હતી. આરોપીઓએ માથા નીચે પ્લાસ્ટિકની ડોલ નાખી. તેમાં મૃતકનું લોહી વહેવા લાગ્યું. જ્યારે રક્તસ્રાવ બંધ થઈ ગયો, ત્યારે અરુણે સવિતાની મદદથી ચંદ્રવીરના મૃતદેહને તેના ઘરમાં અગાઉથી ખોદેલા ખાડામાં દાટી દીધો. મૃતક ચંદ્રવીરે જમણા હાથમાં સ્ટીલનું બ્રેસલેટ પહેર્યું હતું. તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તે બહાર નીકળી શક્યું ન હતું. તેથી અરુણે કુહાડી વડે તેનું કાંડું પણ કાપી નાખ્યું હતું.
હત્યારાઓએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો
હત્યાનો ભેદ ખુલી ન જાય તે માટે આરોપીઓએ ફૂલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો. હત્યા માટે ઉપયોગમાં લીધેલી કુહાડી અને પિસ્તોલ સવિતાના ઘરમાં ઈંટ નીચે દાંટી દીધી હતી. અને થોડા દિવસો બાદ તે જગ્યાએ કોંક્રીટ ફ્લોરિંગ કરી નાખ્યું હતું.હવે સવિતાએ એવો અભિનય કર્યો કે, તેના પતિના ગુમ થવા માટે તેનો ભાઈ ભુરા જવાબદાર છે જેથી કોઈને લગીર પણ તેની ઉપર શંકા ન અને તેના ભાઈને જ તેના ગમ થવા મેટે ઠેરવવા માંગતી હતી. આ માટે તે વારંવાર પોલીસ પાસે જતી અને ગામના મોભીઓને પમ વારંવાર મળવા જતી હતી જેથી કોઈ તેના પર શંકા ન કરે. આ સનસનીખેજ હત્યામાં મૃતક ચંદ્રવીર ઉર્ફે પપ્પુની પત્ની સવિતા અને પાડોશી અરુણ ઉર્ફે અનિલ બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઘરના ખાડામાંથી મૃતદેહને પણ પોલીસે ખોદીને બહાર કાઢ્યો હતો.