સુરત(Surat): મહિધરપુરા(Mahidharpura)ના ફુલ(Flower) વેપારી(Merchant)ને શરીર સુખ માણવાની લાલચ આપી વેસુ(Vesu)ના સુડા આવાસ(Suda accommodation)માં બોલાવી હનીટ્રેપ(Honey trap)માં ફસાવી નગ્ન વિડીયો(nude Video) વાયરલ કરવાની ધમકી આપનાર મહિલા અને ઉમરા પોલીસની ડી સ્ટાફ તરીકેની ઓળખ આપનાર ઠગ ટોળકી વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે આ કેસમાં છ માસ બાદ વધુ એક મહિલાની ધરપકડ કરી હતી.
- શરીરની ખુશ્બુની લાલચ આપી ફૂલના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા ઝડપાઇ
- મહિલાએ પૈસા નહીં આપે તો આપઘાત કરવાની ધમકી આપી હતી
- ગત જાન્યુઆરીમાં મહિલા સહિત પાંચ જણાની ટોળકી વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ હતી
મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરતા કરતા અજયને ગત 13 જાન્યુઆરીએ અજાણ્યા મોબાઇલ નંબર પરથી હાય નો મેસેજ અને વ્હોટ્સએપ પર મહિલાનો વિડીયો કોલ કરી શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો. જ્યાં અજય અને યુવતીએ રૂમમાં જઇ કપડા ઉતરતા વેંત ત્રણ યુવાનો ધસી આવ્યા હતા. અને આ અમારી બહેન છે, તે બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે. એમ કહી માર માર્યો હતો. ત્રણ પૈકી એક યુવાને પોતાની ઓળખ ઉમરા પોલીસના ડી સ્ટાફ તરીકે આપી હતી. પોલીસ કેસ કરવાની અને સમાધાન કરવું હોય તો 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અજયે 5 લાખ નહીં હોવાનું કહેતા 1.50 લાખ આપવા પડશે નહીં તો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો.
મહિલાએ આપઘાત કરવાની ધમકી આપી માંગ્યા હતા પૈસા
અજયે પોતાના ઘરે જઇ 20 હજાર આપ્યા હતા અને બાકીના 1.30 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે એમ કહ્યું હતું. જો કે ત્યારબાદ પણ ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા છેવટે અજયે જમનાનગર પોલીસ ચોકીના લોકરક્ષક એઝાઝ હુસૈનને જાણ કરી હતી. જેથી એઝાઝે અજયને જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબર પર કોલ કરતા સુરજ તિવારી નામના યુવાને 20 હજાર રૂપિયા પરત આપી દેશે એમ કહ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરતા યુવતીએ પુનઃ કોલ કરી તમારા રૂપિયા પરત મળી જશે, પરંતુ હું આપઘાત કરી લઇશ એમ કહેતા અજય ડરી ગયો હતો અને છેવટે આ અંગે 21 જાન્યુઆરીએ ફરીયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે આ કેસમાં તપાસ દરમિયાન ગઈકાલે રુપાલી ઉર્ફે નેહા દુલીચંદ જગતાપ (ઉ.વ.37, રહે. શુભમ રેસીડન્સી, નવાગામ ડીંડોલી તથા મૂળ જલગાંવ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી હતી.