પારડી: બગવાડા ટોલનાકા હાઇવે પર (Highway) બે મિત્ર (Friend) બાઈક (Bike) પર સરીગામથી ઓરવાડ જતાં હતા ત્યારે પાછળથી ઓડી (Audi) કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મૃત્યુ (Death) થયું હતું, જ્યારે પાછળ બેઠેલા મિત્રને હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડાયો હતો.
- ઓડી ચાલક પુરોહિતે પુરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
- બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું
- ઘટના અંગે પોલીસ મથકે ઇજાગ્રસ્તના ભાઈએ ઓડી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પારડી (Pardi) ઓરવાડના બે મિત્ર વિનોદ રામલાલ ગૌતમ અને રામદાસ ગૌતમ બાઇક નં. જીજે 15 જી.જી. 6359 પર સરીગામથી ઓરવાડ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતી લક્ઝુરિયસ ઓડી કાર નં.એમ.એચ. 40 ઝેડ 0909ના ચાલક ભરત દેવીલાલ પુરોહિતે પુરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક વિનોદ ગૌતમનું સ્થળ પર જ મોત (Death) નીપજ્યું હતું. જયારે રામદાસ ગૌતમને ઈજા પહોંચતા પારડી સરકારી હોસ્પિટલ (Hospitaal) અને બાદમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસ મથકે (Police Station) ઇજાગ્રસ્તના ભાઈ દયાદાસ ગૌતમએ ઓડી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ (Complaint) નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
બગવાડા ટોલનાકા હાઈવે પર અકસ્માત, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ
સુરત: શહેરના બમરોલી વિસ્તારમાં બપોરનું મઘ્યાહન ભોજન લઈ થાક ઉતારવા છાયડામાં સુતેલી શ્રમજીવી મહિલા ઉપર રોડ રોલરના ચાલકે ચઢાવી દેતા મહિલાનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
મળતી માહિતી મુજબ અલથાણ સોહમ સર્કલ પાસે ફુટપાથ પર રહેતી શ્રમજીવી મહિલા 21 વર્ષીય સુરંતા તેના પતિ સાથે બમરોલી રોડ પર બેકાવાલા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. ગઈકાલે બપોરે જમીને સુરંતા છાયડામાં આરામ કરતી હતી. ત્યારે તેમની સાથે જ કામ કરતો અને રોડ રોલર ચલાવતો અજય રોડરોલર રિવર્સ લેતા તેણીને કમર અને પગના ભાગે રોડરોલર ચઢાવી કચડી નાખી હતી. મહિલાને 108 માં નવી સિવિલ ખસેડાઈ હતી. જ્યા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વઘુ તપાસ હાથ ધરી છે.