Dakshin Gujarat

સુરતના 21 વર્ષીય યુવાનને સ્વપ્નમાં કાલ ભૈરવે આવી કહ્યું “મેં તને 7 વર્ષ પહેલા બચાવ્યો, હવે તું મને બહાર કાઢ”

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) જુના દિવા ગામના યુવાનને આવેલું દિવાસ્વપ્ન (Dream) સાચું ઠર્યું !સ્વપ્નમાં આવ્યા કાલ ભૈરવ અને નવી નક્કોર જેવી પથ્થરની મૂર્તિ મળી આવીજુના દિવા ગામ ખાતે મઢી ખાડીમાંથી 21 વર્ષીય યુવાન સ્વપ્નમાં આવેલ કાલભૈરવ દાદાની મૂર્તિ મળીકાળા એક પથ્થરમાંથી બનેલી પૌરાણિક મૂર્તિ મળી આવી હોવાનો કરાયેલો દાવોમૂળ જુના દિવાના અને હાલ સુરત (Surat) રહેતા દર્શન પટેલને છેલ્લા 5 વર્ષથી કારતક સુદ આઠમના દિવસે આવતા સ્વપ્ન આવતા હતા.

અંકલેશ્વરના જુના દિવા ગામ ખાતે મઢી ખાડીમાંથી 21 વર્ષીય યુવાન સ્વપ્ન માં આવેલ કાલભૈરવ દાદાની મૂર્તિ મળી આવતા ભક્તોની ભીડ ઉમટી રહી છે. કાળા એક પથ્થરમાંથી બનેલી પૌરાણિક મૂર્તિ મળી આવી હોવાનો દાવો કરાયો છે.
મૂળ જુના દિવાના અને હાલ સુરત રહેતા દર્શન પટેલને છેલ્લા 5 વર્ષથી કારતક સુદ આઠમના દિવસે સ્વપ્ન આવતા હતા. યુવાન દિવા પોતાના સ્વજનને મળવા આવ્યા બાદ સ્વપ્ન આધારે સ્થળ પર જઈ મૂર્તિ શોધતા મળી આવી હતી. મૂર્તિને લઇ લોકો દર્શનાર્થે ભીડ ઉમટતા મૂર્તિ ગામના મહાકાળી મંદિર ખાતે મુકવામાં આવી છે. દેવઉઠી એકાદશી બાદ મૂર્તિનું વિધિવત મંદિર બનાવી સ્થાપના કરવામાં આવશે.

અંકલેશ્વરના જુના દિવા ગામ ખાતે બાળપણમાં રહેતા 21 વર્ષીય દર્શન સોમાભાઈ પટેલ હાલ મોસાળમાં સુરત પલસાણા રહે છે. ત્યાં નોકરી કરે છે. છેલ્લા 5 વર્ષ થી તેને કારતક સુદ આઠમના રોજ સ્વપ્નમાં કાલભૈરવ દર્શન આપી કહેતા હતા કે મે તને બચાવ્યો છે. હવે તું મને બહાર કાઢ. વારંવાર આવતા આ સ્વપ્ન દર્શન પટેલને ચાલુ વર્ષે રામનવમી, હનુમાન જયંતી અને અને બુધ પૂર્ણિમાના રોજ આવ્યા હતા.

જે બાદ તે પોતાના મૂળ વતન એવા જુના દિવા ગામ ખાતે આવ્યા બાદ પોતાના કાકાને વાત કરી હતી. જેવો સાથે અન્ય ગામના 7 જેટલા આગેવાનો લઇ તે સ્વપ્નમાં આવતા સ્થળ શોધવા નીકળ્યો હતો. જે મઢી ખાડી માં 7 વર્ષ પૂર્વે કમલની ગાંઠ કાઢવા માટે જતો હતો અને સર્પ દંશથી બચ્યો હતો તે સ્થળે પહોંચી ત્યાં રહેલ કપાલેશ્વર મહાદેવ મંદિર જે ભૂતનાથ મહાદેવ મંદિર તરીકે પણ પ્રચલિત છે. ત્યાં પૂજા કરી નારિયેળ હોમી તે સ્વપ્ન માં દેખાદેતી મૂર્તિ શોધવા નીકળતા ભૂખી ખાડીમાં તેને જમીન મળી આવી હતી. જે માટી હટાવી જોતા કાલભૈરવ દાદા ની એકજ કાળા પથ્થરમાં બનેલી મૂર્તિ જોવા મળી હતી. જે તમામ આગેવાનો જોયા બાદ ચોકી ઉઠ્યા હતા અને તેવો મૂર્તિ ત્યાં જ રહેવા દઈ પરત ફર્યા હતા.

જો કે આ વાત વાયુવેગે ગામ માં ફેલાતા લોકો સ્થળ પર દર્શનાર્થે દોડી આવ્યા હતા અને ગામ આગેવાનો હાજરીમાં અને ગામના ગોર નયન મહારાજ ની હાજરીમાં મૂર્તિ ને ત્યાં થી 8 થી વધુ લોકો ઉપાડીને ગામના કાલિકા માતાજી મંદિર ખાતે લઇ આવ્યા હતા. જ્યાં હાલ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ અંગે દર્શન પટેલ એ વાતચીત માં જણાવ્યું હતું કે આ મૂર્તિ પૌરાણિક હોવાથી સાથે તેનું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ પણ છે.

કાલભૈરવ દાદાને સ્વપ્ન માં અહીં કાલ ભૈરવ ગીતા અને કાલ ભૈરવ રહસ્ય નામના બે ગ્રંથની રચના કરવા પણ જણાવ્યું છે અને તેઓ જેમ કહેશે તેમ ગ્રંથની રચના પણ કરશેને જ્યાં થી મૂર્તિ મળી છે એ સ્થળ પર મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ હોવાથી સ્વયંભૂ ભગવાન તરીકે હાલ તેની પૂજા અર્ચના કરી રહ્યા છે. આગામી ચાતુર્માસમાં ગ્રંથની રચના ઉપરાંત દેવઉઠી એકાદશી બાદ મૂર્તિ ની વિધિવત સ્થાપના કરવામાં આવશે.

Most Popular

To Top