National

અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતની મુલાકાતે, મહેસાણામાં રોડ શો કરી સભા સંબોધશે

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ ભાજપ (BJP) અને કૉંગ્રેસની (Congress) સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એક્શનમાં (Action) આવી ગઇ છે. દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતના (Gujarat) મહેસાણા શહેરમાં ‘તિરંગા યાત્રા’ કાઢશે અને રોડ શો કરશે. AAP નેતાએ જણાવ્યું હતું કે કેજરીવાલ રોડ શો દરમિયાન એક સભાને સંબોધિત કરશે.

આ વર્ષના અંત સુઘીમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ગુજરાતની આ ચોથી મુલાકાત છે. AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, “કેજરીવાલ 6 જૂને બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને પછી ત્યાંથી મહેસાણાની મુલાકાત લેવા માટે નીકળશે. મહેસાણામાં તેઓ શહેરના મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરથી શરૂ થઈને ભવ્ય ‘તિરંગા યાત્રા’ કાઢશે.

  • મહેસાણામાં શહેરના મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરથી શરૂ થઈને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નીકળશે
  • ગુજરાતમાં આ બીજી ‘તિરંગા યાત્રા’ છે જેમાં કેજરીવાલ ભાગ લેશે
  • AAP નેતાએ જણાવ્યું હતું કે કેજરીવાલ રોડ શો દરમિયાન એક સભાને સંબોધિત કરશે

ચૂંટણી પહેલા AAP ગુજરાતમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ બીજી ‘તિરંગા યાત્રા’ છે જેમાં કેજરીવાલ ભાગ લેશે. અગાઉ, તેમણે અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન 2 એપ્રિલે અમદાવાદમાં તેમનો પ્રથમ રોડ શો કર્યો હતો.

AAPની ત્રણ સપ્તાહની ‘પરિવર્તન યાત્રા’ના સમાપન સમયે કેજરીવાલની ગુજરાત મુલાકાત આવી છે. AAP નેતાઓએ યાત્રા દરમિયાન ગુજરાતના તમામ 182 વિધાનસભા ક્ષેત્રોના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો જેથી “લોકોને તેમની ચિંતાઓ વ્યક્ત કરવાની તક મળે”. 15મી મેના રોજ શરૂ થયેલી પરિવર્તન યાત્રા 5મી જૂને સમાપ્ત થશે.

કેજરીવાલ 11 મેના રોજ ગુજરાતના રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે 1 મેના રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા છોટુ વસાવા સાથે ભરૂચમાં ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ને સંબોધિત કર્યું હતું.

રાષ્ટ્રમાં આપના (AAP) પ્રચાર માટે દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 11 મેના રોજ રાજકોટની મુલાકાત લીઘી હતી. જેમાં અરવિંદ કેજરીવાલના રોડ-શો (Roadshow) અને શાસ્ત્રીમેદાનમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આપના શક્તિપ્રદર્શન પર સૌ કોઈની નજર રહી હતી અને હવે તેઓની મહેસાણાની મુલાકાત પર પણ સૌ કોઈ પોતાની નજર ટાંકીને બેઠા છે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતાં.

Most Popular

To Top