Vadodara

પાદરામાં પાણીની ટાંકીનું ઢાંકણુ ખુલ્લી રહી જતાં 3 વર્ષની બાળકી પડતાં મોત

પાદરા : પાદરાની કરિશ્મા સોસાયટીમાં ઘર ના અંદર ના ભાગમાં આવેલી પાણીની ટાંકી નું ઢાંકણું ખુલ્લી રહી જતા ત્રણ વર્ષની બાળકી પાણીનીટાંકીમાં પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું બાળકીના મોતના પગલે પરિવારમાં શોકનું મોજુ જોવા મળ્યું હતું બાળકી પાણીની ટાંકીમાં ડુબી જતા ની જાણ થતાં આજુબાજુના રહીશો ભેગા થઈ બાળકીના બહાર કાઢતાં સુધીમાં મોતના પગલે સમગ્ર કરિશ્મા સોસાયટીવિસ્તારમાં ભારે શોકાતુર બન્યું હતું.

પાદરાના ગાયત્રી મંદિર ની બાજુમાં આવેલ કરિશ્મા સોસાયટીમાં રહેતા રવિ કુમાર સોલંકીના ના મકાનમાં ઘરની અંદરના ભાગે પાણીનીઅંડરગ્રાઉન્ડ ટાંકી આવેલ છે જે પાણીની ટાંકી નું ઢાંકણું ખુલ્લુ રહી જતા ત્રણ વર્ષની બાળકી હેતાંશી રમતા રમતા પાણીની ટાંકી પાસેપહોંચી જતા અંદર ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી ગયેલ હોવાથી પાણીની ટાંકીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું

અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં માં રમતા રમતા ડૂબી ગયેલી ત્રણ વર્ષની હેતાંશી ને પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો દોડી આવેલ હતા હેતાંશી ને બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા છતા પણ ડૂબી ગયેલ હિતાંશી બચી શકી ન હતી તેના મોતના પગલે પરિવારજનોમાં ભારે શોકાતુર બન્યું હતું સાથે કરિશ્મા સોસાયટીમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.

Most Popular

To Top