Vadodara

જર્જરીત બ્રિજના કારણે દહેશતના ઓથા હેઠળ જીવી રહેલા રણોલી વિસ્તારના લોકો

વડોદરા :  શહેરના રણોલી વિસ્તારમાં આવેલા લોકો હાલ દહેશતના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તંત્રના પાપે અહીંના નાગરિકો જર્જરિત બ્રિજ નીચેથી અવરજવર કરવા મજબૂર બન્યા છે ત્યારે તંત્રના ઉદાસીન વલણના કારણે સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં IPCL બ્રિજ આવેલો છે.પરંતુ ઉદાસીન તંત્રના પાપે આ બ્રિજની હાલત બિસ્માર બની છે મહત્વ નું છે કે બ્રિજ ની આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે અને સ્થાનિકો માટે બ્રિજ નીચેના રસ્તેથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.મહત્વનું છે કે અહી ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોવાના કારણે આ બ્રિજ પરથી સેંકડો ભારદારી વાહનોને પસાર થતા હોવાથી બ્રિજ પરથી પોપડા નીચે પડી રહ્યા છે તો કેટલીક જગ્યા એ બ્રિજ ના સ્લેબ ના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે.

જેના કારણે અહીથી પસાર થતા લોકો ના જીવ જોખમ માં મુકાયા છે મહત્વનું છે કે ભૂતકાળમાં સ્થાનિકો દ્વારા તંત્રને અનેકો વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઉદાસીન તંત્ર એ કોઈ પગલાં ન લેતા સ્થાનિકો રોષે ભરાયા છે આજે સ્થાનિક રહીશો દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવી વહેલામાં વહેલી તકે બ્રિજ નું સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી સાથેજ જો તંત્ર દ્વારા બ્રિજ વહેલીતકે રિપેર નહિ કરાય તો બ્રિજ પરનો રસ્તો બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.નાગરિકોએ ભયનો ઓથો હેઠળ જીવતા તંત્ર સામે દેખાવો કર્યા હતા

Most Popular

To Top