SURAT

સુરતના પરિણીત વકીલનું પાપ છાપરે ચઢી પોકાર્યું, જુનિયર સાથે ઓફિસમાં જ…

સુરત : (Surat) નાનપુરા ખાતે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા પરિણીત (Married) વકીલે (Advocate) તેની ઓફિસમાં પ્રેક્ટિસ (Practice) કરવા આવતી જુનિયર (Junior) વકીલને લગ્નની લાલચ આપી તેની સાથે ઓફિસ, બારડોલી અને સેલવાસ લઈ જઈ 25 થી વધુ વખત શરીર સંબંધ (SEX) બાંધી તરછોડી દીધી હતી. જેથી જુનિયર મહિલા વકીલે અઠવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની (Rape) ફરિયાદ (Complaint) નોંધાવી હતી.

  • વકીલ નિરવ દૂધવાલા વિરુદ્ધ અઠવા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ
  • નાનપુરાના શુભમ કોમ્પલેક્સની ઓફિસમાં કામ કરતી જૂનિયરને ફસાવી
  • પ્રેમજાળમાં ફસાવી ઓફિસ, બારડોલી, સેલવાસમાં 25થી વધુ વખત શરીર સંબંધ બાંધ્યા
  • નિરવ દૂધવાલા પ્રોહિબીશનના કેસમાં પણ વોન્ટેડ

અઠવા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ રામજી નગર સોસાયટીમાં રહેતા નિરવ રાજેશકુમાર દુધવાલા વ્યવસાયે વકીલ છે. તેઓ નાનપુરા ખાતે આનંદ હોસ્પિટલની બાજુમાં શુભમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવે છે. તેની ઓફિસમાં જુનિયર તરીકે પ્રેક્ટિસ કરતી 28 વર્ષીય યુવતીએ ગઈકાલે અઠવા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિરવ દુધવાલાએ તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગ્ન કરવાની તેમજ આજીવન સાથે રાખવાની લાલચ આપી તેની ઓફિસમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી બારડોલી અને સેલવાસ ખાતે લઈ જઈ અનેક વખત શારિરીક સંબંધો બાંધ્યા હતા. એક વખતે નિરવે તેણીના ડાબા હાથનું બાવડુ પકડી ચીમઠો ભરી ધક્કો માર્યો હતો. જેથી તેણે અઠવા પોલીસમાં વકીલ નિરવ દુધવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એડવોકેટ નિરવ દુધવાલા પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ છે.

Most Popular

To Top