વડોદરા : શહેરના આજવા રોડ ખાતે રહેતી 20 વર્ષીય યુવતીને તેના સુરતના સાસરીયા ઘરકામ બાબતે સાથે જ યુવતીના રંગ બાબતે ખુબ મહેણાટોણા મારતા હતા. અને પિયરપક્ષ તરફથી રૂ.5 લાખ લઈ આવે તો જ ઘરમાં આવવા દેવાનું જણાવતા હતા. તેમજ મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ મામલે વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ ખાતે રહેતી 20 વર્ષીય યુવતીએ તેના પતિ શેખ અસદ શબ્બીર, સસરા શેખ શબ્બીર તથા સાસુ સઈદા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2021માં અસદ સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદથી જ સાસરીયાએ ઘરકામ બાબતે મહેણાટોણા મારવાનું શરૂ કરી દિધુ હતું. અને જણાવતા હતા કે, તારી માતાએ તને કાંઈ શિખવાડ્યું નથી, તને તો કામવાળી તરીકે લાવ્યા છે. તારા પિતાએ દહેજમાં કાંઈ આપ્યુ નથી, તુ કાળી છે અમારો છોકરો તારા કરતા સારો છે. વગેરે જણાવી ગાળો ભાંડતા હતા.
મારી તબીયત સારી ન હોય જેથી મે મારા માતા પિતા જણાવ્યુ હતું કે, સાસુને વાત કરે કે મને બે દિવસ પિયરમાં આવવા દે, જેથી આ બાદ સુરતમાં નોકરી કરતો મારો ભાઈ મને લેવા આવ્યો હતો. ત્યારે સાસુએ જણાવ્યું હતું કે, અને તેને તેડવા નહીં આવ્યે, અને ઘરમાં આવવાનું હોય તો રૂ.5 લાખ લઈને આવે. ત્યારબાદ ભાઈ મને સાસરીમાં મુકી ગયો હતો. ત્યારે સાસરીયાએ ભાઈને જણાવ્યુ હતું કે, મને તેડી જાય નહીં તો સળગાવી દઈશું. તેમજ મને ગળુ દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.