સુરત :(Surat) સુરતના કતારગામ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક લંપટ બાપે તેની દીકરીની નજર સામે જ પરસ્ત્રીને ફસાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની વિગતો સાંપડી છે. દૂરની પરિચિત મહિલાને લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ લગ્નનો ઈનકાર કરી દેનાર આ લંપટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
ચોકબજારમાં રહેતી મહિલા સાથે દૂરના સગાએ જ બળાત્કાર (Rape) કરતા પોલીસ (Police) ફરિયાદ (Complaint) થઇ હતી. કતારગામ ગજેરા સર્કળ પાસે મહાવીર સોસાયટીમાં રહેતા પ્રિતેશ મહેન્દ્રભાઇ પ્રજાપતિ પોતાની પુત્રીને કતારગામમાં દોડિયા ક્લાસમાં મુકવા માટે જતો હતો. આ દરમિયાન તેની મુલાકાત દૂરની સંબંધી થતી એક મહિલા સાથે થઇ હતી. દરમિયાન બંને એકબીજાથી વધુ પરિચીત થતા મળવા લાગ્યા હતા. પ્રિતેશે પત્નીને છૂટાછેડા આપીને મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપીને તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ લગ્ન કરવાની ના પાડીને મહિલાને ધમકાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે પ્રિતેશ પ્રજાપતિની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નાના ભાઇ-બહેનને ઘરની બહાર બેસાડી અજાણ્યાનો 10 વર્ષની બાળા પર બળાત્કાર
સુરત : સરથાણામાં રહેતી 10 વર્ષની બાળા સાથે બળાત્કાર થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બળાત્કાર કરવા માટે આરોપીએ 10 વર્ષની બાળકીના ભાઇ-બહેનને ઘરની બહાર બેસાડ્યા બાદ તેણીની સાથે રેપ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મહિલા ઘરકામ કરવા માટે બહાર જાય છે, જ્યારે તેનો પતિ હોટેલમાં કામ કરે છે, અને તેમના ત્રણ સંતાનો ઘરે જ રહે છે. આ દરમિયાન કોઇ અજાણ્યો નેપાળી પરિવારના ઘરે આવ્યો હતો, આ યુવકે ત્રણ ભાઇબહેન પૈકી એક ભાઇ અને બહેનને ઘરની બહાર મોકલી આપ્યા હતા, સાથે જ 10 વર્ષની બાળકી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપી ભાગી છૂટ્યો હતો અને ઘરમાં 10 વર્ષની બાળા રડી રહી હતી. ત્રણેય ભાઇ-બહેને ભેગા થઇને પાડોશમાં રહેતા દાદીને ઘટનાની જાણ કરી હતી. આ સાથે જ બાળકીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. તેઓએ ઘરે આવીને તપાસ કરતા 10 વર્ષની માસૂમ બાળાને ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હતી. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.