પારડી: ધરમપુરના (Dharampur) ત્રણ મિત્રો (Friends) શુક્રવારે (Friday) મોડી રાત્રે હાઈવે (Highway) પર પટકાયા બાદ ભારે વાહન (Vehicle) નીચે કચડાયા હતા. પારડી હાઇવે પર ત્રીજા ટ્રેકમાં ટેમ્પો (Tempo) બ્રેકડાઉન થતાં બંધ પડ્યો હતો, જેથી યુવકોએ બીજા ટ્રેક પર લાવતાં જ અન્ય વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેથી ત્રણેય રોડ પર પટકાયા હતા. તે સમયે તેમના પરથી ભારે વાહનો ફરી વળતાં ધરમપુરના ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં અકસ્માત સર્જી વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
- પારડી હાઇવે પર ત્રીજા ટ્રેકમાં ટેમ્પો બ્રેકડાઉન થતાં બંધ પડ્યો હતો, જેથી યુવકોએ બાઈકને બીજા ટ્રેક પર હંકારી
- બીજા ટ્રેક પર આવતાં જ ત્રણેય મિત્રોને અન્ય વાહન ચાલકે અડફેટે લીધા ને તેમના પરથી ભારે વાહનો ફરી વળ્યા
પારડી હાઇવે પર મોરારજી દેસાઈ ઓડિટોરિયમ સામે ટેમ્પો શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે બ્રેકડાઉન થવાથી હાઇવેના ત્રીજા ટ્રેક પર પાર્ક કરાયો હતો. તે દરમિયાન વાપી તરફથી બાઈક પર ત્રણ મિત્રો આવી રહ્યા હતા. તેઓ ત્રીજા ટ્રેક પર ટેમ્પોને કારણે બીજા ટ્રેક પર આવતાં જ અજાણ્યા વાહન ચાલકે આ ત્રણે મિત્રોને અડફેટે લીધા હતા. ત્રણે મિત્રોના શરીર પરથી ભારે વાહન ફરી વાળવાથી ત્રણે મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃત્યુ પામનાર આ બાઇક ચાલક સહિત ત્રણે યુવકો રાજેશ દાહવાડ (ઉ.વ 24), પિન્ટુ રામાભાઇ દિવા (ઉ.વ 22) અને અજય સામજી કુંવર (ઉ.વ. 25 ત્રણે રહે. મોટી કોસબાડી, તા.ધરમપુર)ના છે. ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. પારડી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.