પલસાણા: વરેલીના (Vareli) પરપ્રાંતી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી 40 વર્ષીય વિધવા (Widow) મહિલા ઘરમાં એકલી હતી. ત્યારે અજાણ્યા ઇસમે મહિલાને પેટના ભાગે ચપ્પુના ઘામારી મારી મોતને (Death) ઘાટ ઉતારી દેતાં કડોદરા પોલીસ (police) દોડતી થઈ ગઈ હતી.
વરેલીના વલ્લભનગરમાં રાજદીપ રેસિડેન્સીના પહેલા માળે 122 નંબરના મકાનમાં રહેતી સંગીતા કપિલ લોખંડે (ઉં.વ.40) મૂળ મહારાષ્ટ્રના ધૂળિયા જિલ્લાની રહેવાસી છે. બે વર્ષ અગાઉ પતિ કપિલના મોત બાદ દીકરા-દીકરીના 5 સભ્યોના પરિવાર સાથે વરેલી ખાતે રહેતી હતી. શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં મહિલા એકલી હતી ત્યારે અજાણ્યો ઈસમ મહિલાને પેટના ભાગે ચપ્પુના ઘા તેમજ માથામાં બોથડ પદાર્થ વડે માર મારી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો. મહિલાનો પરિવાર સાંજના સમયે ઘરે આવતાં મહિલાની લાશ પડેલી જોઈ ઘટના અંગે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પી.એમ. અર્થે મોકલી તપાસ અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આથી પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ મહિલાના પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.
કામરેજમાં મહિલા શિક્ષિકાના ઘરે મેઇન્ટેનન્સ લેવા ગયેલા ઈસમે છેડતી કરી એકને ચપ્પુ ઘુસાડી દીધું
કામરેજ: કામરેજ (kamrej) ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકાના ઘરે મેઇન્ટેનન્સ (Maintenance) લેવાના બહાને ઘરે જઈને છેડતી કરીને શિક્ષિકાના પતિની સાથે મિત્ર કહેવા જતાં મિત્રને પેટમાં ચપ્પુ મારી લોહીલુહાણ કરી દીધા હતા.
મૂળ વડોદરાના વતની અને હાલ સુરતના કામરેજના કામરેજની હદમાં આવેલી સોસાયટીમાં મીનાબેન (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. સોસાયટીમાં રહેતા ફૂલસીંગ વસાવા રાત્રિના ઘરની સાફસફાઈ કરતાં મીનાબેન ઘરમાં બિલ્ડિંગનું મેઇન્ટેનન્સ લેવા માટે આવ્યો છું તેમ કહીને સીધા ઘરમાં જતા રહ્યાં હતાં. બાદ મીનાબેનના ખભા પર હાથ મૂકતાં મીનાબેને બૂમાબૂમ કરતાં ફૂલસીંગ વસાવા નાસી છૂટ્યો હતો. આ બાબતે મીનાબેને ફોન કરીને પતિને જાણ કરતાં મિત્ર સાથે ઘરે આવીને ફૂલસીંગ વસાવાની બિલ્ડિંગમાં પૂછપરછ કરવા જતાં સીડી પાસે જ મળી જતાં મીનાબેનના પતિએ મારા રૂમ ઉપર કેમ આવેલા? અને મારી પત્ની સાથે કેમ બળજબરી કરવા લાગેલા તેમ કહેતાં જ ફૂલસીંગ વસાવાએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી ફૂલસીંગભાઈ સાથે આવેલા રામસીંગભાઈ માર મારવા લાગ્યા હતા. મીનાબેનના પતિના મિત્રને પણ છોડાવવા જતાં ફૂલસીંગ વસાવાએ પતિના મિત્રને ધારદાર હથિયારથી પેટના ભાગે મારી દેતાં લોહીલુહાણ કરી ફૂલસીંગ તેમજ રામસીંગ બંને નાસી છૂટ્યા હતા. જે અંગે મીનાબેને કામરેજ પોલીસમથકમાં બંને ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.