Gujarat

બીએપીએસ સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી

કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પોતોની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી ૫૦ લાખની ગ્રાન્ટ બીએપીએસ સંસ્થા સંચાલિત શાહિબાગની યોગીજી મહારાજ હોસ્પિટલને કોરોના કાળમાં મેડિકલ સાધનો ખરીદવા આપીને કોમી એકતાના દર્શન કરાવ્યા છે.આ ૫૦ લાખની ગ્રાન્ટમાંથી હોસ્પિલ દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે મહત્વના તબીબી સાધનો ખરીદવામાં આવશે.

કોગીના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કહ્યું હતું કે, બીએપીએસ સંસ્થાના બ્રહ્રલીન પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામીના આશિર્વાદ મને સતત મળી રહ્યાં છે. મને આ સંસ્થાના સેવા યજ્ઞમાં જોડાવવાન તક મળી છે. યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વ્રારા શાહીબાગમાં સતત કોરોનાના દર્દીઓની સારવાર અને સેવા થઈ રહી છે.

કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ શારદાબેન જનરલ હોસ્પિટલને ૫૦ લાખ તથા રખિયાલ અર્બન સેન્ટરને ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. જયારે કોંગીના રાજયસભાના સાંસદ અમીબેન યાજ્ઞીકે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલનો તબીબી સાધનો ખરીદવા માટે ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે.

Most Popular

To Top