Dakshin Gujarat

નવસારીના આ એક્વેરીયમ શોપમાંથી 5 ભારતીય સુરજ કાચબા અને 1 સ્પોટેડ પોન્ડ ટર્ટલ મુક્ત કરાયા

નવસારી : નવસારી (Navsari) નાયબ વન સરંક્ષક (Forest Conservator) સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગના પી.બી.પાટીલ, રેન્જ ફોરેસ્ટ સુપાના એચ.પી.પટેલ અને સુપા રેન્જના સ્ટાફે નવસારીના એક એક્વેરીયમ શોપમાં (Aquarium Shop) રેડ (Raid) કરી હતી. નવસારીના રૂસ્તમવાડી ખાતે આવેલી મહેક એક્વેરીયમ નામની દુકાનમાંથી 6 રક્ષિત કાચબાઓ (turtles) મળી આવતા હતા. જ્યાંથી તેમને 5 ભારતીય સુરજ કાચબા (Suraj Turtles) અને 1 સ્પોટેડ પોન્ડ ટર્ટલ (Spotted Pond Turtle) મળી આવ્યા હતાં. જેથી નવસારી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા ન્યાયની અદાલતમાં રજૂ કરી તપાસ માટે રીમાન્ડ મળતાં વધુ ત્રણ વ્યક્તિ પાસેથી 4 ભારતીય સુરજ કાચબા કબ્જે કરી લીધા હતાં. જે બાબતે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટના કોર્ટ દ્વારા આરોપીને 6 માસ સુધી દર સોમવારે સવારે કચેરીએ હાજરી પુરાવી વાઈલ્ડ લાઇફને લગતી સામાજીક સેવા કરવાના શરત સાથે શરતી જામીન પર મુકત કરવામાં આવ્યા છે.

  • નવસારીમાં એકવેરિયમ શોપમાંથી વનવિભાગે 6 કાચબા ઝડપી પાડ્યા
  • એકવેરિયમ શોપમાંથી 5 ભારતીય સુરજ કાચબા અને 1 સ્પોટેડ પોન્ડ ટર્ટલ મળી આવ્યા
  • નવસારી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી
  • કોર્ટે એક અનોખી શરત સાથે જામીન આપ્યા હતા
  • દર સોમવારે કચેરીએ હાજરી પુરાવી વાઇલ્ડ લાઇફને લગતી સામાજીક સેવા કરવાની શરતે જામીન અપાયા

વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ સબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રેકેટ તપાસ દરમિયાન વન સંરક્ષણની ટીમને ભારતીય સુરજ કાચબા નંગ-05 અને સ્પોટેડ પોન્ડ ટર્ટલ નંગ-1 મળી આવ્યા હતા, અધિકારી દ્વારા કાચ્બાને કબ્જે કરાયા હતા.અધિકારીએ એક આરોપીની અટક કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. ઝડપાયેલા આરોપીને કોર્ટે એક અનોખી શરત સાથે જામીન આપ્યા હતા. કોર્ટે છ માસ સુધી દર સોમવારે કચેરીએ હાજરી પુરાવી વાઇલ્ડ લાઇફને લગતી સામાજીક સેવા કરવાની શરતે જામીન આપ્યા હતા.

કાલીયાવાડી કલેક્ટર કચેરી પાસે ટેમ્પો અડફેટે વાછરડાનું મોત, એક વાછરડાને ઈજા
નવસારી : કાલીયાવાડી કલેક્ટર કચેરી પાસે ટેમ્પો અડફેટે વાછરડાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વાછરડાને ઈજા થઇ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, નવસારીમાં વિવિધ જગ્યાએ ઢોર અડફેટે બાઈક ચાલક કે રાહદારીઓના મોત નીપજી રહ્યા હતા. જેથી નવસારી-વિજલપોર નગરપાલિકાએ રસ્તા પર રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડી રહ્યા હતા. પરંતુ તે છતાં પણ રસ્તામાં ઢોરો રખડી રહ્યા હતા. જેથી ત્યારબાદ પણ રખડતા ઢોરોને લીધે અકસ્માતો થઇ રહ્યા હતા. પરંતુ આ વખતે રસ્તા પર રખડતા ઢોરો જ અકસ્માતનો ભોગ બન્યા છે.

Most Popular

To Top