National

દેશમાં કોરોનાના નવા 34,457 કેસ અને 375 મોત

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ છે. જ્યારે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3,61,340 થઈ છે. જે છેલ્લા 151 દિવસોમાં સૌથી ઓછી છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું.

ભારતમાં સતત 55 દિવસોથી 50,000થી ઓછા દૈનિક કેસ નોંધાય છે.સવારે 8 વાગ્યે અપડેટ કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 375 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,33,964 પર પહોંચી ગયો છે.આરોગ્ય મંત્રાલયે જણાયું કે, દેશમાં 3,61,340 સક્રિય કેસો કુલ કેસનો 1.12 ટકા હિસ્સો ધરાવે છે. જે ગયા વર્ષે માર્ચ પછી સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના સાજા થવાનો દર 97.54 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષે માર્ચ પછી સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય કેસલોડમાં 2,265 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 2 ટકા નોંધાયો છે. જે છેલ્લા 26 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.98 ટકા નોંધાયો છે. જે છેલ્લા 57 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે.

દેશમાં શુક્રવારે 17,21,205 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે, અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા વધીને 50,45,76,158 થઈ ગઈ છે.આંકડામાં જણાવ્યાં અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,15,97,982 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.

Most Popular

To Top