Vadodara

વડોદરામાં દુમાડ ચોકડી પાસેથી ટ્રકમાંથી 31.17 લાખનો વિદેશી દારૂ પકડાયો

વડોદરા: આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમા રાખાીને જિલ્લા એલસીબીની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પંજાબથી (Punjab) વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ભરીને એક ટેમ્પો અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (Ahmedabad Express Highway) પરથી રાજકોટ તરફ જવાનો છે. જેના આધારે એલસીબીએ દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા એલસીબીએ ઉભો રખાવ્યો હતો.

જેમાં ચાલક જેનું તોફિક રોજદાર મેવ (રહે. હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા હતા. 31.17 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે પંજાબના લુધિયાણા એક ઢાબા પરથી દારૂ ભરેલી ટ્રક રાજકોટ પહોંચાડવાની હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ, ટ્રક અ્ને મોબાઇલ મળી 41.27 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર તથા મંગાવાનારને વોન્ટેડ જાહેર કર્યા છે.બોક્સ- ગોલ્ડન ચોકડી પાસેથી 13.39 લાખના દારૂ -બિયરના જથ્થા સાથે બે ઝડપાયાં

હરિયાણાથી વિદેશી દારૂ ભરીને એક કન્ટેનર સોમવારે વહેલી સવારે ગોલ્ડન ચોકડી થઇને અમદાવાદ તરફ જવાનું છે તેવી બાતમી પીસીબીના સ્ટાફને મળી હતી જેના આધારે પીસીબીની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલું કેન્ટેનર આવતા તેને ઉભુ રખાવ્યુ્ હતું. ત્યારે તેમાં ચાલક અને ક્લીનર મળી આવ્યો હતો. તેમના સાથે રાખીને કન્ટેનરમાં તપાસ કરી હતી ત્યારે 13.39 લાખનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પીસીબીએ વિદેશી દારૂ-બિયર, કન્ટેનર, રોકડ રકમ અને મોબાઇલ મળી 23.55 લાખના મુદ્દામાલ સાથે રાકેશ રામફલ ધાણક (રહે.હરિયાણા) તથા ધર્મેન્દ્ર રામપાલ શર્મા(રહે. દિલ્હી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીઓ સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સુપ્રત કરાયો છે.બોક્સ- આજવા રોડ પર દારૂના કટિંગ થતા પહેલા બાપોદ પોલીસે રેડ કરી કાર ચાલક ઝડપાયો, બૂટલેગર વોન્ટેડ

આજવા રોડ પર રામેદવનગર પાસે કારમાં ચાલક દારૂ લઇને ઉભો છે અને થોડી વારમાં કટિંગ શરૂ થવાનું છે. તેવી મળેલી બાતમીના આધારે બાપોદ પોલીસે સ્થળ પર પહોચી કારમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી ચાલક સચિન ઉર્ફે સલંગ ડાહ્યા પરમાર (રહે. રામદેવનગર-2 આજવા રોડ)ની ધરપકડ કરી હતી. જ્યારે બૂટલેગર કમલ ઉર્ફે કમુ તોલાણી (રહે. ડીમીર્ટ પાછળ ખોડિયારનગર)ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ વિદેશી દારૂ 50 હજાર, મોબાઇલ અને કાર મળી 4.05 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.

Most Popular

To Top