National

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના નવા પ૮૯૯૩ કેસો, ૩૦૧નાં મોત

મહારાષ્ટ્રમાં આજે કોરોનાવાયરસના પ૮૯૯૩ નવા કેસો નોંધાયા હતા, જે સાથે આ રાજ્યના કેસોનો કુલ આંકડો ૩૨૮૮પ૪૦ પર પહોચ્યો છે, જયારે ૩૦૧ નવા મૃત્યુઓની સાથે મૃત્યુઆંક પ૭૩૨૯ પર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના પપ૦૦૦ કરતા વધુ કેસો નોંધાઇ રહ્યા છે. જ્યારે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો ઉછાળો સાતમી એપ્રિલના રોજ ૫૯૯૦૭નો નોંધાયો હતો.

મહારાષ્ટ્રના પાટનગર અને દેશના આર્થિક પાટનગર મુંબઇમાં તો સ્થિતિ ઘણી જ બગડી છે જયાં આજે ૯૨૦૦ નવા કેસો નોંધાવા સાથે આ શહેરમાં કેસોનો કુલ આંકડો પાંચ લાખ પર પહોંચ્યો છે. દેશના આર્થિક પાટનગરમાં કુલ કેસો પ૦૦૮૯૮ થયા છે. આ શહેરમાં એક લાખ કેસો તો છેલ્લા ૧૨ દિવસમાં જ નોંધાયા છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ દરમ્યાન જણાવ્યું છે કે કોવિડ-૧૯ના વધતા કેસો સાથે સરકાર કામ નહીં પાડી શકે તો લૉકડાઉન આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે વધતા કેસો જોતાં આરોગ્ય માળખું સુધારવા માટે બેથી ત્રણ સપ્તાહનું લૉકડાઉન જરૂરી છે.

Most Popular

To Top