SURAT

વિવિધ ક્ષેત્રની 30 સન્નારીઓને ‘ચેનલ સુરત’દ્વારા વંડર વુમન-2023 એવોર્ડ એનાયત

મહિલાઓનું સ્થાન આપણે ત્યાં પહેલાંથી જ સન્માનનિય રહ્યું છે અને આજે તો મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે જેમાં કેટલાક ક્ષેત્રોમાં કામ કરવું માત્ર પુરુષોનો જ ઇજારો હોવાનું માનવામાં આવતું હતું પરંતુ એમાં પણ આજે મહિલાઓ કાઠું કાઢી રહી છે અને સમાજમાં સ્વમાનભેર જીવી રહી છે. તો આવી મહિલાઓને પ્રોત્સાહન મળે અને તેઓ વધુ આગળ વધે એ માટે ‘ચેનલ સુરત’ દ્વારા ‘ગુજરાતમિત્ર-સન્નારી’ના સહયોગથી WONDER WOMEN -2023 નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરતમાં રહેતી અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર 30 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં KP ગૃપના ફારુકભાઈ પટેલ, પચ્ચીગર એન્ડ સન્સ જવેલર્સના સ્નેહલભાઈ પચ્ચીગર અને પૂર્વી પચ્ચિગર અને પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાળાના સાથ અને સહયોગ રહ્યાો હતો. તો સિટીપલ્સના સથવારે નારીને ગૌરવ અપાવતા આ કાર્યક્રમના કેટલાક અંશો સાથે આ ગૌરવવંતી મહિલાઓ વિષે જાણીએ….

પોઝિટિવ ઉર્જા સાથે આગળ વધવું : પ્રફુલ પાનસેરિયા
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ પ્રસંગે મહિલા શક્તિ સન્માનમાં સુરતમાં નારી સશક્તિકારણનું ઉદાહરણ પૂરું પડતા કમિશનર શાલિની અગ્રવાલ, ઉષા રાડાની હાજરીમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘’એમ તો પ્રત્યેક ક્ષણ સન્માનની હોવી જોઈએ, ભારતીય સંસ્કૃતિમાં નારી હંમેશા પૂજનીય છે અને સન્માન હમેશા જીવંત રહે, આપણે કંઈક કર્યાની ભાવના આવે ત્યારે શહેરના વિવિધ ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું ત્યારે તેમણે આપેલા યોગદાનને ગુજરાતમિત્ર, અને સુરત ચેનલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તેમને નમન કરું છું. લોકો પોતાની અંદર જ વ્યસ્ત છે, ભૌતિક દુનિયામાં સ્થિતપ્રજ્ઞ રહેવું તે પણ સન્માન છે. સન્માનની પાછળના આનંદને દુનિયા ખોજી રહી છે, સેવા કરવાનો આનંદ અને સેવા કરવાની તક તમને મળે ત્યારે જેમ ઉર્જા નષ્ટ નથી થતી તેમ આપણા કર્મોનો પણ નષ્ટ નથી થતો., સૂર્યાસ્ત પછી સૂર્યોદય થાય તેમ જ દુનિયામાં પોઝિટિવ ઉર્જા સાથે આગળ વધવું, ત્યાગીને ભોગવી જનારી આપણી સંસ્કૃતિના પથ પર આગળ વધતા રહી કોઈનું અહિત ન થાય તે જ સન્માન છે.

ભારતમાં મહિલા તરીકે જન્મ લેવો મારૂ સૌભાગ્ય : શાલિની અગ્રવાલ
સુરત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ કહે છે કે, મહિલાઓને માન આપવાનું કાર્ય કરવા બદલ ‘ચેનલ સુરત’ અને ‘ગુજરાત મિત્ર’નો આભાર વ્યકત કરું છુ. ભારતમાં આજે મહિલાઓ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને મેં 21મી સદીમાં ભારતમાં એક મહિલા તરીકે જન્મ લીધો એ મારા માટે સૌભાગ્યની વાત છે કારણ કે ભારત એવો દેશ છે જ્યાં દરેક ક્ષેત્રે મહિલાઓને તક આપવામાં આવે છે. આજે મહિલોને પોતાના પર ગર્વ થવો જોઈએ કે સમાજનો વિકાસ તેમના હાથમાં છે અને એક નવા જીવને જન્મ આપવા માટે ભગવાને તેને પસંદ કરી છે. મહિલાઓ પોતાના પરિવારની જવાબદારીઓ ઉપરાંત સામાજિક જવાબદારીઓ પણ ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે. સારી વાત એ છે કે હાલમાં જ મહિલોને ધ્યાનમાં રાખીને કેટલીક સરકારી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે જો કે તેમણે પોતાની જાતને સાચવવી, એજયુકેશન મેળવવું અને કોઈપણ ક્ષેત્રમાં સ્કિલ ડેવલપ કરવી જરૂરી છે.’’

દરેકને રિસ્પેક્ટ આપવી એ સૌથી મોટું નારીત્વ: ઉષા રાડા (IPS)
મહિલા હોવા છતાં પણ પોતાની ફરજ કડક પણે બજાવતા IPS ઉષા રાડા આ સમગ્ર કાર્યક્રમ માટે આયોજકોનો આભાર માનતા કહે છે કે, ‘’સ્ત્રીઓ દરેક વાતનું તરત સોલ્યુશન લાવે છે. સ્ત્રીઓનો નેચરલ સ્વભાવ હોય છે કે તે દરેક મુસીબતનો તરત ઉકેલ લાવી શકે છે. જો કે પુરુષ અને સ્ત્રીની મેંટાલિટી અલગ છે એટ્લે કોમ્પિટિશન કરવાની જરૂર નથી. પશુ પંખી કોઈનું કલ્યાણ નથી કરી શકતા પણ માણસ તે કરી શકે છે માટે માણસે કોઇની પણ હેલ્પ કરવી જોઈએ. કોઈ માટે કઈ કરી છુટવાની ભાવના રાખવી. કોઈમાં કઈક ખૂટતું હોય ત્યાં આપણું યોગદાન આપવું. વધુમાં તેઓ કહે છે કે, આજે કેરિયરને લઈને પેરેન્ટ્સની માનસિકતા બદલાઈ છે. તેઓ પણ પોતાની દીકરીને ઈંડિપેંડન્ટ જોવા ઈચ્છે છે એ સારી વાત છે.’’

શો-સ્ટોપર મિસીસ ઈન્ડિયા વન ઇન અ મિલિયન બન્યાં: એશ્વર્યા મોદી ઘાયલ
એશ્વર્યા મોદી ઘાયલ કે જેઓ સુરતના વતની છે તેમણે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની ફેશન સ્પર્ધા- મિસીસ ઈન્ડિયા વન ઇન અ મિલિયન ખિતાબ જીતીને માત્ર સુરતનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભૂતકાળમાં તેઓ લખનૌ ફેશન વીક અને પૂને ફેશન વીક જેવી ફેશન જગતની અગ્રણી સ્પર્ધાઓમાં પણ શો-સ્ટોપર રહી ચૂક્યા છે. શ્રીમતી એશ્વર્યા મોદી ઘાયલ મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણના પ્રખર હિમાયતી છે. અને આ દિશામાં કોઈ મહત્વનો બદલાવ કરી શકાય તે આશયથી તેઓ અનેક NGO સાથે સક્રીયતાથી જોડાયેલા છે. શ્રીમતી એશ્વર્યાએ યુનીવર્સિટી ઓફ ટોરેન્ટો, કેનેડાથી સાયન્સ સાયકોલોજીમાં સ્નાતકની પદવી મેળવેલ છે. હાલમાં તેઓ ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં પોતાની મેનેજમેન્ટ સ્કિલ્સનો ઉપયોગ કરી આ ફિલ્ડમાં નિખાર લાવી રહ્યા છે કે જે બંને તેમના ફેમિલી બિઝનેસ છે. આ બધી જવાબદારીઓ ખૂબ સરસ રીતે નિભાવવાની સાથે તેઓ તેમના 6 વર્ષના બાળકનો ઉછેર પણ અત્યંત કાળજીપુર્વક કરી રહ્યા છે. અને આટલા બીઝી શિડ્યુલમાંથી કયારેક ફુરસદ મળે ત્યારે તેઓ વિવિધ પુસ્તકોનું વાંચન કરે છે અને સાથે સાથે નાના મોટા પ્રવાસો કરવાનો શોખ પણ ધરાવે છે.

વડા પ્રધાન માટે ખેસ બનાવ્યો : દીપા સોનપાલ
ફેશનમાં હંમેશા બદલાતું રહેતું હોય છે એટ્લે આ ક્ષેત્રમાં સતત કઈક નવું નવું આવતું જ રહે છે ત્યારે છેલ્લાં 18 વર્ષથી પહેનાવા ડિઝાઇનર સ્ટુડિયો અને લક્ષી બૂટિકના ફાઉન્ડર રહી ચૂકેલાં દીપા સોનપાલ આમ તો ઘણા બધા જાણીતા સેલિબ્રિટિઝ માટે કોશ્ચ્યુમ ડિઝાઇન કરી ચૂક્યા છે. જેમાં હાલમાં જ દીપા એ મંત્રી દર્શનાબેન જરદોષના સહયોગથી દેશના માનનિય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ખેસ બનાવ્યો હતો. જે તેમણે અંબાજીની આરતીમાં ખાસ પહેર્યો હતો. આ ક્ષેત્રમાં તેઓ ‘ઇન્ડિયન અચિવર્સ’ , ‘51 મોસ્ટ ઇન્ફ્લુએન્શ્યલ વુમન’ ઉપરાંત ઘણાં બધા એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.

ડ્રેસ મટીરિયલ્સ દેશના મોટા શહેરોમાં સપ્લાય થાય છે: ફિરદોસ હારુન અન્સારી
ગ્લોબલ સિલ્ક મિલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ફિરદોસ હારુન અન્સારી કહે છે કે, ‘’મને મહિલાઓ અને સમાજના ઉત્થાન માટે સામાજિક અને માનવતાવાદી કલ્યાણમાં પહેલેથી જ રસ હતો. મેં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરીને મોટી કંપનીઓ સાથે ઘણા સમય સુધી કામ કર્યું હતું. જ્યારે હાલમાં હું ગ્લોબલ સિલ્ક મિલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે સક્રિય છુ જેમાં છેલ્લા 4 વર્ષથી ડ્રેસ મટિરિયલ્સની વિવિધ ડિઝાઈનો બનાવીને પ્રિન્ટ કરવામાં આવે છે. અમારા ડ્રેસ મટિરિયલ્સ બેંગ્લોર, કોલકત્તા તેમજ અન્ય મોટા શહેરોમાં મોલ્સમાં તેમના ડ્રેસ મટિરિયલ્સની એક જાણીતી બ્રાન્ડ્સ બની છે. ગ્લોબલ સિલ્ક મિલ્સ પ્રાઈવેટ લિમિટેડનું ડ્રેસ મટિરિયલ્સની માંગ અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં રહે છે. આમ તો મેં MBA કર્યું છે એટ્લે કોર્પોરેટ સેકટરમાં ફાયનાન્સના હેંડલિંગનો અનુભવ પણ ધરાવું છુ.’’

એક સક્રિય સામાજિક કાર્યકર છે: ડો. અંકિતા રાજ્યગુરુ
ડો. અંકિતા રાજ્યગુરુ એ એક નહીં પણ અનેક સામાજિક કર્યો સાથે સંકળાયેલા છે. અંકિતા એક સારા શિક્ષણશાસ્ત્રી તરીકે તો જાણીતા છે જ, સાથે જ એક સામાજિક કાર્યકર અને ઉત્સુક પ્રવાસી પણ છે. તેઓએ બાયો સાયન્સમાં PHD કર્યું છે અને હાલમાં બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરી રહ્યા છે. તેઓ યુવાનોમાં વધી રહેલી ડ્રગ્સની બદી દૂર કરવા સાથે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે. આ સિવાય તેઓ ભારત દેશના વિવિધ વૈજ્ઞાનિક યોગદાન અંગે માહિતગાર તો કરે જ છે સાથે સાથે આદિવાસીઓ માટે કંઈક સારું કામ કરવાનું લક્ષ્ય રાખે છે.

ચાઇલ્ડ વેલ્ફેર માટે કરે છે કાર્ય: આયેશા ફારૂક પટેલ
આયેશા પટેલ K.P.Buildcon pvt ltd માં મેનેજમેંટ ડિપાર્ટમેંટમાં સક્રિય છે. આયેશા કહે છે કે, મારા સફળ મેનેજમેંટમાં 80 % મોબાઈલ ટાવર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તેઓ કંપનીનું કામ તો બખૂબી સંભાળે છે સાથે જ તેઓ ટીમવર્કમાં માને છે અને તેમની લીડરશીપમાં KP ગ્રુપ નવી ઉંચાઇઓ હાંસલ કરી રહ્યું છે. સાથે જ K.P.human development foundation માં women empowerment માટે ઘણા જ પ્રયત્નશીલ રહે છે અને ચાઇલ્ડ વેલ્ફેર માટે પણ સતત કર્યો કરતાં રહે છે.

બાળકોના સંપૂર્ણ ઘડતર પર ધ્યાન આપે છે : માનસી મહેતા
માનસી મહેતા એક બ્રિલિયન્ટ ક્લાસ અને બ્રિલિયન્ટ તોડલર્સ હાઉસના ફાઉન્ડર છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ છે અને ખાસ વાત એ છે કે તેઓ પ્રેકટીકલ બેઝ શિક્ષણમાં માને છે અને તેને લઈને જ તેઓ બાળકોને વિવિધ લર્નિંગ એક્ટિવિટીઓ સાથે બાળકોને ભણાવે છે. આ સાથે જ તેઓ બાળકોને શિક્ષણની સાથે સાથે તેઓ બાળકોને સંપૂર્ણ વિકાસ થાય તે માટે વિવિધ એકટીવીટીઓ અને કોમ્પીટીશન પર પણ ભાર મૂકે છે અને તેઓ હંમેશા કઈક નવું કરવામાં માને છે જેથી બાળકો પણ તેમના ક્લાસમાં ખૂબ ઉત્સાહથી ભણતર પર ફોકસ કરી શકે છે. ઘણા કાર્યક્રમોમાં તેમણે પેરેન્ટિંગ ને લઇને સ્પીચ પણ આપી છે. તેઓ બાળકોને ગોલ સેટ કરી પર્સનલ કાઉન્સિલિંગ કરે છે જે બાળકોને પરીક્ષામાં સારો દેખાવ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે .સાથે તેઓ મોટીવેશનલ સેમિનાર પણ ક્લાસમાં વારંવાર યોજે છે જે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જરૂરી છે.

કંપનીની પ્રગતિ જોવી ગમે છે: લામીઝ પટેલ
લામીઝ પટેલ ખૂબ જ યંગ એજમાં K.P.groupનું HR ડિપાર્ટમેંટ સંભાળે છે. K.P.group ને આગળ લઈ જવામાં લામીઝ પટેલનું પણ ખૂબ યોગદાન રહ્યું છે. લામીઝ કહે છે કે, ‘’જે જગ્યાએ કામ કરતાં હોઈએ એની પ્રગતિ જોઈને હંમેશા ખુશી જ થાય છે એટલે હું હંમેશા મારી કંપની કેવી રીતે ઊચાઇ પર પહોચે એ માટે પ્રયત્ન કરતી રહું છુ અને આ માટે હું નવા નવા આઇડિયાઝ આપતી રહું છુ.’’

મિસિસ ઇન્ટર નેશનલનો ખિતાબ જીત્યો : ક્રિષ્ના ભાયાણી
ક્રિષ્ના ભાયાણી મોડલ, એક્ટર અને ઇન્ફલુઅેન્સર છે. ક્રિષ્ના વર્ષ 2023માં ‘મિસિસ ગુજરાત’ નું ટાઈટલ અને મિસિસ ઇન્ટરનેશનલનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. તેઓ આમ તો IT સેક્ટર સાથે જોડાયેલા છે પરંતુ મોડેલિંગ અને એક્ટિંગ હંમેશા તેમના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે એટ્લે હાલમાં તેઓ જોબ કરવાની સાથે સાથે જાણીતી બ્રાન્ડ્સ માટે છેલ્લાં 7 વર્ષથી મોડેલિંગ કરે છે અને સાથે જ ઘણી બ્રાન્ડ્સ માટે ફોટોશુટ પણ કરી ચૂક્યા છે.

જહાંગીર આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ મુકાયું : ભાવિની ગોળવાળા
ભાવિની ગોળવાળા એક આર્ટિસ્ટ છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી પ્રોફેશનલ પેઇન્ટિંગ કરે છે. તેઓ ઓઇલ પેઇન્ટિંગ, ચારકોલ પેઇન્ટિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, કેલિગ્રાફી તમામ પ્રકારની પેઇન્ટિંગમાં તેઓ એક્સપર્ટ છે. તેઓ ઘણા આર્ટ શો અને વર્ક શો પણ કરે છે… તેઓનું અદભુત નામનું પેઇન્ટિંગ બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં મુકવામાં આવ્યું હતું. તેઓ કસ્ટમરની ડિમાન્ડ પર કસ્ટમાઈઝ્ડ પેઇન્ટિંગ પણ કરે છે અને તેઓને પેઇન્ટિંગ માટે ઓસ્ટ્રેલિયા, જર્મની, અને USAથી પણ ઓર્ડર મળે છે. હાલ તેઓ તેમના અપકમિંગ આર્ટ શો માટેની તૈયારી કરી રહ્યા છે.

Most Popular

To Top