Dakshin Gujarat

દારૂના જથ્થા સાથે સુરતની 3 મહિલા પારડી હાઇવે પરથી ઝડપાઈ

પારડી : પારડી (Pardi) ટુકવાડા નેશનલ હાઇવે (High way) નં. 48 પર ઉભેલી ત્રણ મહિલાને દારૂના (Alcohol) જથ્થા સાથે પોલીસે (police) ઝડપી પાડી હતી. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (patrolling) હતી. તે દરમ્યાન ત્રણ મહિલા ટુકવાડા હાઈવે પર દારૂના જથ્થા સાથે સુરત તરફ જતા વાહનોને ઉભી રાખતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્રણ મહિલા મીના મહેશ રાણા, પ્રભાવતી અંબારામ પારડીવાલા, હંસાબેન મહેશ રાણા (ત્રણે રહે. સુરત) પાસે થેલામાં ચેક કરતાં 351 નંગ દારૂની બાટલી મળી આવી હતી. જેની કિં.રૂ.29,250 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી પ્રોહિ.નો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ચીખલી હાઇવે પરથી 21 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
ઘેજ : ચીખલી પોલીસે હાઇવે ચાર રસ્તા ઓવરબ્રિજ પાસેથી રૂ.21 લાખનો વિદેશી દારૂના જથ્થો ભરેલા કન્ટેનર સહિત 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ચીખલી પોલીસ મથકના પીએસઆઇ સમીર કડીવાલા, એએસઆઈ મેહુલ રબારી, વિજયભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે એક બ્લ્યુ કલરનો અશોક લેલન બોડીવાડો કન્ટેનર નં એમએચ-૪૬-એએફ-૭૪૦૯ માં દારૂ ભરી વલસાડથી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે સેફરોન હોટલ સામે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની વ્હીસ્કી તથા વોડકાની નાની મોટી બોટલ તથા ટીન બિયર નંગ ૨૩,૧૬૦ જેની કિં.રૂ.૨૧,૮૮,૩૨૦ તેમજ અશોક લેલન કન્ટેનર ૧૫,૦૦,૦૦૦, રોકડા ૧,૮૩૦ તથા બે મોબાઈલ મળી કુલ્લે રૂ.૩૭,૦૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે કન્ટેનર ડ્રાઇવર રામકુમાર પ્રેમનાથ યાદવ (મૂળ રહે. દેવરિયા પોસ્ટે મુંજાર (યુ.પી)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે માલ ભરાવનાર રાજારામ પાટીલને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી ડીવાયએસપી એસ.કે.રાય કરી રહ્યા છે.

બોરીયાચ ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે 3 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 41 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઇકો કાર (નં. જીજે-19-એક્સ-8276) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 41,600 રૂપિયાની વિદેશી દારૂની 340 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે સુરત પલસાણા તાલુકાના કડોદરા તાતીથૈયા નીલકંઠ રેસીડન્સીમાં રહેતા રામક્રિપાલ મન્નુભાઈ વર્મા, પલસાણા તાલુકાના કડોદરા રામનગર મોદી હોસ્પિટલની બાજુમાં રહેતા અંકિત સતીષભાઈ કુર્મી અને સુરત ઓલપાડ તાલુકાના કીમ રેલ્વે ફાટક હસ્તીસારથી સોસાયટીમાં રહેતા મમતા અજયભાઈ જોષીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 3 લાખની કાર અને 3 હજારના બે મોબાઈલ મળી કુલ્લે 3,44,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ પી.એસ.આઈ. એસ.એચ. ભુવાએ હાથ ધરી છે.

Most Popular

To Top