Columns

ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ (EHT) પર કાર્યરત વિજ્ઞાનીઓએ બ્લેક હોલની આસપાસના ચુંબકીય ક્ષેત્રનું પ્રતિબિંબ મેળવ્યું

‘ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ’ (EHT) પર કાર્યરત વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં પહેલી જ વાર બ્લેકહોલની આસપાસના ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા પ્રતિબિંબની રચના કરી છે. આ બ્લેકહોલ ‘મેસીઅર 87’ ગેલેકસીમાં રહેલું છે. વર્ષ 2019માં આ ‘EHT’ ટેલિસ્કોપ પર કાર્યરત વિજ્ઞાનીઓએ આ બ્લેકહોલના પડછાયાનું સૌથી પહેલવહેલું પ્રતિબિંબ મેળવ્યું હતું. બ્લેકહોલનો પડછાયો તે બ્લેકહોલની આસપાસનો ડાર્ક પ્રદેશ છે. તે પડછાયો આ બ્લેકહોલના વ્યાસ કરતાં ત્રણ ગણો મોટો છે. બ્લેકહોલનો આ પડછાયો એવો પ્રદેશ છે, જેની ઉપરવટ થઇને પ્રકાશ પણ આગળ ન જઇ શકે!

પ્રબળ ચુંબકીય ક્ષેત્રની મોજૂદગી મોટા જથ્થામાં પ્રકાશનું ધ્રુવીકરણ કરશે
હમણાં વિજ્ઞાનીઓએ બ્લેક હોલની પડછાયાની આસપાસના પ્રકાશિત પ્રદેશમાં પ્રકાશનું ધ્રુવીકરણનું પૃથકકરણ કર્યું છે. આ પૃથકકરણ મુજબ કેટલુંક દ્રવ્ય બ્લેકહોલમાં શોષાઇ જાય છે અને બીજું દ્રવ્ય ધડાકાભેર ફુવારાઓ સ્વરૂપે બહાર ફેંકાય છે. આ બહાર ફંગોળાયેલું દ્રવ્ય ગરમ અને ઝંઝાવાતી છે. અહીં મેટર (દ્રવ્ય) પ્રવેગિત ગતિ (વેગમાં નિરંતર રીતે થતા રહેતા વધારા સાથેની ગતિ)ને આધીન હોય, તે મોટા જથ્થામાં પ્રકાશની રચના કરે છે. આ પૃથકકરણ પરથી એવા નિર્ણય પર આવી શકાય કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રોની મોજૂદગી મોટા જથ્થામાં રહેલી પ્રકાશ ઊર્જાનું ધ્રુવીકરણ કરશે. આ નવું પ્રતિબિંબ આપણને બ્લેકહોલમાંથી કેવી રીતે શકિતશાળી વિકિરણના ફુવારાઓ બહાર ફેંકાય છે, તે સમજવામાં મદદરૂપ થશે.

વિજ્ઞાનીઓએ પહેલી જ વાર ન્યુટ્રોન તારા અને બ્લેક હોલની અથડામણને કારણે ઉત્પન્ન થયેલા ગુરુત્વાકર્ષણીય મોજાંઓને શોધી કાઢયાં
િવજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં પહેલી જ વાર ન્યુટ્રોન તારા અને બ્લેકહોલ વચ્ચે થયેલી અથડામણને કારણે ઉત્પન્ન થયેલા ગુરુત્વાકર્ષણીય મોજાંઓને શોધી કાઢયાં છે. આ ગુરુત્વાકર્ષણીય મોજાંઓને અવકાશ સમયના ફેબ્રિકમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. આ સંશોધન બતાવે છે કે ન્યુટ્રોન તારા – બ્લેક હોલની પ્રણાલીઓ હોય છે. ન્યુટ્રોન તારા બ્લેકહોલની આવી પ્રણાલીઓ આપણા બ્રહ્માંડ અંગેના પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થઇ શકે.

કેટલુંક મેટર બ્લેકહોલમાં શોષાઇ જાય છે જયારે બાકીનું બીજું મેટર ફુવારા સ્વરૂપે ધડાકાભેર બહાર ફેંકાય છે
અત્યાર સુધીમાં પહેલી જ વાર ‘ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ’ પર કાર્યરત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની બનેલી એક ટીમે બ્લેકહોલની આસપાસના ચુંબકીય ક્ષેત્રનું પ્રતિબિંબ મેળવ્યું છે. આ બ્લેકહોલ ‘મેસીઅર 87’ ગેલેકસીમાં છે. આ બ્લેકહોલનો પડછાયો એ બ્લોકહોલની આસપાસનો ડાર્ક પ્રદેશ છે. બ્લેકહોલનો આ પડછાયો બ્લેકહોલના વ્યાસ કરતાં ત્રણ ગણો મોટો છે. વિજ્ઞાનીઓએ તે બ્લેકહોલની આસપાસના પ્રકાશિત પ્રદેશના પ્રકાશના થયેલા ધ્રુવીકરણનું પૃથક્કરણ કર્યું હતું.

આ પૃથક્કરણ મુજબ કેટલુંક મેટર (દ્રવ્ય) બ્લેકહોલમાં શોષાઇ જાય છે. જયારે બાકીનું મેટર ફુવારા સ્વરૂપે ધડાકાભેર બહાર ફેંકાય છે. બહાર ફેંકાયેલું તે દ્રવ્ય ગરમ અને ઝંઝાવાતી હોય છે. અહીં જયારે મેટર પ્રવેગિત ગતિ (વેગમાં નિરંતર વધારા સાથેની ગતિ)ને આધીન થાય છે, ત્યારે તે પ્રકાશનું નિર્માણ કરે છે. આ પરિસ્થિતિને આપણે એમ કહીએ છીએ કે બ્લેકહોલ અંધારામાં ચળકે છે. આ પૃથક્કરણ પરથી એવા નિર્ણય પર આવી શકાય કે પ્રકાશ ઊર્જાના આટલા મોટા ગંજાવર જથ્થાનું ધૃવીકરણ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે જ થઇ શકે. આ નવું પૃથક્કરણ એ સમજવામાં મદદરૂપ થશે કે કેવી રીતે બ્લેકહોલ પોતાનામાંથી શકિતશાળી વિકિરણના ઉભરાઓ બહાર ફેંકે છે. આ સ્થિતિમાં આવી પ્રણાલીઓ બ્રહ્માંડ અંગેના પ્રશ્નો જેમાં તારાઓના નિર્માણથી માંડીને બ્રહ્માંડના વિસ્તરણનો સમાવેશ થાય છે, તેવા કંઇ કેટલાયે પ્રશ્નોના આપણને જવાબ આપવામાં મદદરૂપ થશે.

વિજ્ઞાનીઓએ બ્લેકહોલમાંથી જવાળાઓ બહાર ફેંકાતી જોઇ
ભારતના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે તેમણે એક અતિ દળદાર બ્લેકહોલ જેને ‘B L લેઇસ આર્ટે’ અથવા ‘બ્લાઝર’ કહેવામાં આવે છે, તેમાંથી જવાળાઓ બહાર ફેંકાતી જોઇ છે. ‘ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે તેમણે અત્યાર સુધીની પ્રબળ જવાળાઓમાં સૌથી વધુ પ્રબળ જવાળાને જોઇ છે. આ જવાળાનું પૃથક્કરણ આ બ્લેકહોલ કેટલું દળ ધરાવે છે, તે જાણવામાં અને તે જવાળા કયાં ઉદ્‌ભવ પામી હતી, તે સ્ત્રોત જાણવામાં મદદરૂપ થઇ શકે. આવું પૃથક્કરણ બ્રહ્માંડના ઉદવિકાસના જુદા જુદા તબક્કાઓની જાણકારી મેળવવામાં મદદરૂપ થઇ શકે.

વિજ્ઞાનીઓને ‘ NGC 6397માં એક દળદાર બ્લેકહોલને બદલે નાના કદના વધારે બ્લેકહોલ જોવા મળ્યા
વિજ્ઞાનીઓને ‘NGC 6397’માં નક્ષત્રમાં એક અતિ દળદાર (સુપર મેસીવ) બ્લેકહોલને બદલે નાના કદના વધારે બ્લેકહોલ એક જથ્થે થયેલા જોવા મળ્યા છે. આ વૈશ્વિક ઝુમખાઓ પ્રગાઢ તારાપ્રણાલી છે. આ વૈશ્વિક ઝુમખાઓ પ્રગાઢ તારાપ્રણાલી છે. તેઓ પોતાનામાં હકડેઠઠ તારાઓને સમાવે છે. આવી તારાપ્રણાલીઓ ટીપીકલી ઘણી પુરાણી હોય. આ તારાપ્રણાલી બ્રહ્માંડ જેટલી જ પુરાણી છે. આ નક્ષત્ર પ્રણાલી આપણી પૃથ્વીથી નજીકમાં નજીક એવું તારાઓનું ઝૂંડ છે. ઘણી પ્રગાઢ નાભિઓને કારણે આ તારાઓના સમૂહને ‘કોર કલેપ્સડ કલસ્ટર’ કહેવામાં આવે છે. આ ઝૂંડના મધ્યભાગમાં રહેલા તારાઓનું માપન અને અવલોકન નાસા દ્વારા અવકાશમાં હબલ ટેલિસ્કોપ વડે કરવામાં આવ્યું છે.

ગુરુત્વાકર્ષણીય મોજાંઓ બ્રહ્માંડમાં કયાં અને કેવી રીતે નિર્માણ પામે છે?
– જયારે ધડાકાઓ અનુભવતા સુપરનોવા તારાઓના મધ્ય ભાગ લથડી અને કથળી જઇને વેરવિખેર થઇ જાય ત્યારે આવા ગુરુત્વાકર્ષણીય મોજાંઓ ઉત્પન્ન થઇને અવકાશ સમયના ફેબ્રિકમાંથી આગળ વધતા હોય છે.
– બે ન્યુટ્રોન તારાઓ અથવા નાના કદના શ્વેત તારાઓ (વ્હાઇટ ડવાર્ફ સ્ટાર્સ) એકબીજામાં ભળી જવાને જે ઊર્જા વ્યય થાય છે, તેને કારણે ગુરુત્વાકર્ષણીય મોજાંઓ ઉત્પન્ન થઇને બ્રહ્માંડમાં પ્રસરે છે.
– કેટલાક ન્યુટ્રોન તારાઓ સંપૂર્ણ ગોળાકાર હોતા નથી. તેઓ પોતાની કાલ્પનિક ધરીની આસપાસ ધ્રુજારીપૂર્ણ પરિભ્રમણ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ગુરૂત્વાકર્ષણીય મોજાંઓ ઉત્પન્ન થઇને બ્રહ્માંડમાં પ્રસરે છે.

Most Popular

To Top