National

3 IDIOTS : કોરોના દર્દીની હાલત વધુ કથળતા બાઇક દ્વારા હોસ્પિટલ લઈ જવાયો, મુખ્યમંત્રીએ કરી પ્રસંશા

કેરળ (KERALA)થી માનવતાનું વર્ણન કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોવિડ કેર સેન્ટર (COVID CARE CENTER)માં પોસ્ટ કરાયેલા બે સ્વયંસેવકો, કોરોના દર્દીની હાલત કથળેલી જોઈને બાઇક પર બેસાડીને તેને હોસ્પિટલ (BRING HOSPITAL ON BIKE)માં લઈ ગયા હતા. જેથી મુખ્યમંત્રી પિનરાય વિજયને પણ સ્વયંસેવકો (VOLUNTEER)ના આ પગલાની પ્રશંસા કરી છે. 

આ કેસ કેરળના અલાપ્પુઝા જિલ્લાના પુન્નાપરા ગામનો છે, જ્યાં કોવિડા કેર સેન્ટરના બે સ્વયંસેવકો બાઇક પર ગંભીર કોરોના દર્દીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. સીએમ વિજયનએ તેમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે બે યુવાનોએ ઝડપથી કામ કર્યું, જેની હું પ્રશંસા કરું છું. સીએમએ એમ પણ માહિતી આપી હતી કે હવે તે દર્દીની હાલતમાં સુધારો આવી રહ્યો છે. ખરેખર, અશ્વિન કુંજુમન અને રેખા પુન્નાપરા ડોમિસાઇલ કેર સેન્ટરમાં સ્વયંસેવકો તરીકે કામ કરતા હતા. શુક્રવારે અશ્વિન અને રેખા દર્દીઓને ભોજન આપવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે દર્દીની હાલત કથળી રહી છે. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જે બાદ બંને અન્ય દર્દીઓની મદદથી તેને નીચે લાવ્યા હતા. 

બાઇક પર કોરોના દર્દીને હોસ્પિટલ લઈ જનાર અશ્વિન અને રેખા

મળતી માહિતી મુજબ તેમણે એમ્બ્યુલન્સને પણ ફોન કર્યો હતો, પરંતુ ત્યાં પહોંચવામાં 10 થી 15 મિનિટનો સમય લાગ્યો હતો. દરમિયાન દર્દીની હાલત કફોડી બની હતી. આ પછી, બંનેએ બાઇક દ્વારા દર્દીને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. કોવિડ કેર સેન્ટરથી હોસ્પિટલનું અંતર લગભગ 100 મીટર હતું.  જેથી તેમણે સમય સુચકતા વાપરી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હતા, અને આ બંને સ્વયંસેવકોના આ કાર્યથી બોલીવુડની એક શ્રેષ્ઠ ફિલ્મ 3 ઈડિયટ્સ (3 IDIOTS) જેવું દ્રશ્ય ખડું થયું હતું, જેથી સોસ્યલ મીડિયા (SOCIAL MEDIA) પર લોકોએ આ ઘટનાને 3 ઈડિયટ્સ ફિલ્મની દયાભાવ દર્શાવતી ઘટનાથી પણ સરખાવી હતી.

કેરળમાં ચેપની ગતિને રોકવા માટે, શનિવારથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 16 મે સુધી ચાલશે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,460 નવા કેસો નોંધાયા છે અને 54 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18,24,856 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જ્યારે 5,682 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 4,02,650 છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top