Charchapatra

2022 અત્યારે તો વેલકમ સારું જાય તો વેલડન….

1લી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ અખબારે એની નવા વર્ષની શુભ ભાવના ઉપરોક્ત ટાઈટલના સ્વરૂપમાં પ્રજાની સુખાકારી માટે વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ જે ખાનાખરાબી કરી નાખી છે એના કારણે 2022ના આગમનને ડરતા ડરતા આવકારે પણ એને પણ ડર છે કે ફરી પ્રજાના ભોગ નહી લેવાય તો સારુ. તમાશા પ્રેમી, ઉત્સવ ઘેલી ભારતીય સરકાર જે રીતના જાહેરમાં તમાશા યોજે છે એમાં એની સ્પષ્ટપણે બેદરકારી પુરવાર થઈ રહી છે. મોત સામેની આવી ખતરનાક રમત ભવિષ્યમાં જરૂર આફત નોતરે નહી તો જ નવાઈ. દેશમાં કોરોના વાયરસના નવા કેસો એક લાખને પાર કરી ગયા જેવા ડરામણા, સમાચાર વાંચીને પ્રત્યેક નાગરિક અંદરખાને ધ્રુજી ઘરમાં બેસી રહેવાથી રોજે રોજની જીવન જરૂરિયાતને કેવી રીતે પહોંચી વળાયો. સુરતમાં કોરોનાની જેટ ગતિ દિન પ્રતિદિન સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત આમ જનતાની પણ મુશ્કેલ વધી રહી છે. સામે ઉત્તરાયણનો તહેવાર પણ ચિંતામા ઉમેરો કરે એમ છે. એમા હજુ સરકારને આવી કટોકટીની ચર્ચામાં ‘પતંગ’ ઉત્સવ ઉજવવાના અભરખા જાગ્યા છે. ભારત સરકારે પ્રજાના હિતમાં કોઈપણ પ્રકારના જાહેર ચૂંટણીને લગતા કાર્યક્રમો પણ હવે પડતા મૂકવા જોઈએ એવું નથી લાગતું ?
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top